નડિયાદની યુવતીનું રાષ્ટ્રીયકક્ષાએ સન્માન:નડિયાદની ડાયટિશયન્સ તોરલ પટેલનું નવિ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ક્ષેત્રે સન્માન થયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે રહેતી 32 વર્ષિય પાટીદાર સમાજની દિકરીનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થયુ છે. નડિયાદમા ડાયટીસયન્સ કિંગ તરીકે ઓળખાતી તોરલ પટેલનું નવિ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ક્ષેત્રે સન્માન થતા સમાજ અને પરિવારમાં ખુશી પ્રસરી છે.

NNHSAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિક્કી દબાસ સહિત મહાનુભાવો હાજર રહ્યા
ન્યુટ્રિશન એન્ડ નેચરલ હેલ્થ સાયન્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય આરોગ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સન્માન સમારોહ યોજાયો ગયો હતો. જેમાં NNHSAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિક્કી દબાસ, ઉપાધ્યક્ષ પ્રોફેસર કરુણા ચંદના, મહાસચિવ ડો. કાજલ દુલારિયા, નાયબ મહાસચિવ અંશુલ સિંહ, રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સત્યમ ભાસ્કર અને આયોજન સમિતિના સભ્યો બિંદુ બજાજ, પ્રદીપ કુમાર, ડાયેટિશિયન અનુ સહદેવ, રાષ્ટ્રીય પ્રવક્તા ડો. આસિસ્ટન્ટ પ્રોફેસર યશના બાવાના હાજર રહ્યા હતા.

મહિલા વિભાગ અને દિલ્હી સરકારના બાળ વિકાસ અધિકારી પણ હાજરી આપી
આ પ્રસંગે સાઉથ વેસ્ટ દિલ્હીના ભૂતપૂર્વ મેયર મુકેશ સૂર્યનજી સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અને અન્ય મુખ્ય અતિથિઓમા સર ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. કવિતા ટાય અગી, મુલચંદ અને એપોલો હોસ્પિટલ કી સિનિયર ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિશિયન અને ચીફ એમેરિટસ ડો. સાધના કાલા, એર વાઇસ માર્શલ પ્રકાશ કાલા, દિલ્હી ડિરેક્ટોરેટ કમાન્ડિંગ ઑફિસર કર્નલ નરેન્દ્ર યાદવ, સોલ સર્ચના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. આર. વેણુગોપાલન, મહિલા વિભાગ અને દિલ્હી સરકારના બાળ વિકાસ અધિકારી મનોજ ચંદ્રા, ડબલ્યુ સીએમએસ મેડિકલ કોલેજ હરિયાણાના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને વરિષ્ઠ સલાહકાર મણિપાલ અને વેંકટેશ્વર હોસ્પિટલ દ્વારકા ડો. ભગવત રાજપૂત, દક્ષિણ દિલ્હીના ભૂતપૂર્વ મેયર મુકેશ સુર્યન, અનુરાગ ઠાકુરના અધિક ખાનગી સચિવ, રમતગમત યુવા બાબતોના મંત્રી અને ઈન્ફામેશન અને પ્રસારણ મંત્રી સંદીપ ઠાકુર, વરિષ્ઠ પત્રકાર યોગેશ કુમાર સોની, ઘણા આરોગ્ય કર્મચારીઓ, તબીબોની હાજરીમાં આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા હતા. અને સમાજ કલ્યાણ ક્ષેત્રો અને પોષણ અને કુદરતી સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતા સજ્જનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપસ્થિત મહાનુભાવોએ નડિયાદની દિકરી ડાયટીસયન્સ તોરલ પટેલનું સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...