અકસ્માતમાં મોત:કપડવંજના આતરસુંબા પાસે બાઈક પર દૂધ ભરવા જતા પશુપાલકનું કારની ટક્કરે મોત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો

કપડવંજના આતરસુંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાભાઈના મુવાડા વિસ્તારમાં કારે મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં દૂધ ભરવા જતા યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે.

આતરસુંબા નજીક આવેલ સોલંકીપુરાના પરબતભાઇ નનાભાઈ સોલંકીનાઓ તેમનું મોટર સાયકલ નંબર (GJ-7-EC-750) લઇને ઘરેથી દૂધ ભરવા માટે કાભાઈના મુવાડા ગામે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કાભાઇના મુવાડા ગામના બસ સ્ટેન્ડ પહોચ્યા ત્યારે આતરસુંબા બાજુથી એક ફોર વ્હીલગાડી નંબર (GJ-1-HQ-9676)ના ચાલકે પરબતભાઈ નનાભાઇ સોલંકીની બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલા પર્વતભાઈને 108 એમ્બ્યુલન્સમાં બેસાડી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત મામલે આતરસુંબા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...