તપાસ:કપડવંજના ડાંગર ખરીદીનો રિપોર્ટ સરકારને મોકલાશે

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરવઠા વિભાગની ટીમોએ ગોડાઉનમાં તપાસ હાથ ધરી
  • બોગસ નોંધણી કરાવી ટેકાના ભાવે ડાંગર વેચવાનું કૈભાંડ

ખેડા જિલ્લાના કપડવંજમાં ડાંગર ખરીદી પ્રકરણમાં કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નડિયાદ થી પુરવઠા ગોડાઉન વિભાગના નાયબ જિલ્લા મેનેજર અને તેમની ટીમે બે દિવસથી કપડવંજ ગોડાઉન અને અન્ય સ્થળો પર પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે તપાસ કઇ દિશામાં થઈ રહી છે, તે અંગે અધિકારી વાત કરવા તૈયાર નથી.

સરકાર દ્વારા ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળે તે માટે ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. પરંતુ કપડવંજના કેટલાક ભેજાબાજો દ્વારા બજાર માંથી સસ્તી ડાંગર ખરીદી સરકારના ટેકાના ભાવે વેચાણ કરતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતુ. ભાસ્કર દ્વારા સમગ્ર મામલે ઇન્વેસ્ટિગેશન કરતા કાવઠ અને ફતેપુરા ગામમાં ડાંગરનું ઉત્પાદન જ થતુ નથી, અને આ ગામના ખેડુતો એ ટેકાના ભાવે ડાંગર વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી. સમગ્ર અહેવાલ બાદ જિલ્લા પુરવઠા ગોડાઉન વિભાગના નાયબ મેનેજર હિમાલીબેન પટેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જે પૂર્ણ થયે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...