વાતાવરણમાં પલટો:ખેડા જિલ્લામાં વાદળો છવાયા, ક્યાંક વરસાદી છાંટા પડ્યા; ધરતીપુત્રો ચિંતિત બન્યા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા શિયાળે ચોમાસુ બેઠું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હાલ શિયાળો હોઈ વાતાવરણમાં સામાન્યથી વધુ ઠંડીમા ઘટાડો થયો છે. જોકે પવનના કારણે સામાન્ય ઠંડી છે. તેવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મંગળવારના મોડી સાંજથી વાદળો આકાશમાં ઉમટી આવ્યા હતા. બાદમાં બુધવારની સવારે જિલ્લાના અમુક વિસ્તારમાં છુટાછવાયા વરસાદના છાંટા પડ્યા હતા. સવારથી વરસાદના આગમનથી કામકાજે જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા.

ખેડૂતો ચિંતાતુર બન્યા
ચરોતરમાં ઠંડીની શરુઆતના મોસમમાં અચાનક પલટો આવ્યો છે. ખેડા જિલ્લામાં મંગળવારની મોડી સાંજથી બુધવારના સવારમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતુ. બુધવારના રોજ વરસાદ પડે તેવા એધાણ પણ દેખાય છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, વેસ્ટર્ન ડીસ્ટબર્ન થતા દક્ષિણ ગુજરાતમાં પ્રેસર વધ્યું અને તેની અસર ચરોતર ઉપર જોવા મળી હતી. જેના કારણે વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો. આ ઉપરાંત હજું ત્રણ ચાર દિવસ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે સાથે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ થઈ શકે તેમ છે. વાતાવરણના પલટાને લઈને ખેડૂત પરિવારોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...