ખેડા જિલ્લાના મહુધા પંથકના વડવાળી ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે. અહિયા ડામર ધોવાઈ જતાં રસ્તો ખખડધજ બન્યો છે. આ રસ્તા પર નવેસરથી ડામરનું કામ કરવા ગ્રામજનોએ માંગણી કરી છે.
મહુધા તાલુકાના હેરંજ તાબે વડવાળી મુવાડી ગામમાં અંદાજીત 1 હજાર 700ની આસપાસ વસતી ધરાવતુ ગામ છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો ધંધો કરતા હોય લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ રસ્તો ઘણાં સમય પહેલા વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો.
આ રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. જેથી ગ્રામજનોને અવર જવર કરવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસામાં રસ્તા ઉપર ગાબડુ પડતાં પ્રોટેકશન દિવાલ તથા ગરનાળાની દિવાલો ધરાશયી થઇ ગયેલી છે, જેથી નવુ ગરનાળું તેમજ દીવાલ બનાવી નવેસરથી ડામર રોડ બનાવવા ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે. આ બાબતે માર્ગ મકાન વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી નથી. ત્યારે આગામી સમયમાં તૂટી ગયેલુ ગળનાળુ તેમજ પ્રોટેક્શન દીવાલ નવેસરથી ડામર રોડ બનાવવામાં નહી આવે તો ગાધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.