વિધાનસભાની ચૂંટણી-2022:ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 116 માતર વિધાનસભામાંથી બે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી રંગ જામ્યો છે. ત્યારે 6 વિધાનસભામાંથી 117 નામાકંન પત્રો ભરાયા હતા. આ બાદ ચકાસણી કરી 18 પત્રોને રદ કરાયા હતા. અને 99 પત્રોને માન્ય ગણવામાં આવ્યા હતા. જોકે, આ બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો દિવસ આવ્યો હતો. શનીવારે જિલ્લાની 6 પૈકી માતર બેઠક પરથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. જેમાં મહેન્દ્રભાઈ ભલાભાઈ વાઘેલા (ભેરાઈ, તા.ખેડા) અને અરૂણકુમાર મનુભાઈ વાઘેલા (વણસર, તા.માતર)નો સમાવેશ થાય છે. હજુ આવતીકાલે ઉમેદવારી પત્રો ખેચાવવાનો છેલ્લો દિવસ છે. માટે 21મી નવેમ્બર બાદ ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકોનુ ચિત્ર સ્પષ્ટ થશે.નામાકંન પત્ર પરત ખેંચયા બાદ કયા કયા પક્ષ સામે જંગ ખેલાશે અને કયો પક્ષ વિધાનસભાની બેઠકને કબ્જે કરવામાં સફળ થશે તે મતદારો આગામી 5 ડીસેમ્બરના રોજ નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...