ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે આગામી બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જે અનવ્યે ગતરોજ નામાકંન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં 81 ઉમેદવારોએ 117 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા છે. આજે આ 117 ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેના અંતે 18 અમાન્ય અને 99 માન્ય ઠર્યા છે. હવે 21મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ સમગ્ર જિલ્લાનુ ચિત્ર સ્પષ્ટ થશે. જોકે આ વખતે જિલ્લાની તમામ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
કઇ બેઠક પર કેટલા ફોર્મ માન્ય અને કેટલા અમાન્ય
ગતરોજ સુધી ભરાયેલા નામાકંન પ્રક્રીયાની વિધાનસભા દીઠ વાત કરીએ તો, 115 માતર વિધાનસભામાં 22 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 5અમાન્ય અને 17 માન્ય ઠર્યા છે. 116 નડિયાદ વિધાનસભા બેઠક પરથી 25 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 અમાન્ય અને 23માન્ય ઠર્યા છે. 117 મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી 16 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 5 અમાન્ય અને 11 માન્ય ઠર્યા છે. 118 મહુધા વિધાનસભા બેઠક પરથી 19 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 3 અમાન્ય અને 16માન્ય ગણાયા છે. તો 119 ઠાસરા વિધાનસભા બેઠક પરથી 21 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 અમાન્ય અને 19 માન્ય ઠર્યા છે અને 120 કપડવંજ વિધાનસભા બેઠક પરથી 14 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1 અમાન્ય અને 13માન્ય ગણાયા છે. આમ કુલ 81 ઉમેદવારોએ ભરેલા 117 ફોર્મમાથી 18 અમાન્ય અને99 માન્ય ચકાસણીના અંતે કરાયા છે. આ પ્રક્રિયા આજે પુરેપુરો દિવસ ચાલી હતી. મહત્વનું છે કે, આ નામાકંન પ્રક્રિયામાં સૌથી વધુ ઉમેદવારી પત્રો નડિયાદ બેઠક પરથી રજૂ થયા હતા. જેના કારણે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઘણી મહેનત માંગી લેશે તેવુ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.