પર્યુષણ પર્વ:નડિયાદમાં શ્રી 1008 નેમીનાથ દિગંબર જૈન મંદિર ખાતે અભિષેક, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

નડિયાદ25 દિવસ પહેલા
  • 10 દિવસ સુધી ચાલનાર આ પર્વનો આજે ત્રીજો દિવસ

દિગંબર જૈન બંધુઓના પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આજે ત્રીજો દિવસ છે ત્યારે નડિયાદ પશ્ચિમમાં આવેલા શ્રી 1008 નેમીનાથ દિગંબર જૈન મંદિર ખાતે અભિષેક, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વલ્લભનગર ખાતે આવેલા શ્રી 1008 નેમીનાથ દિગંબર જૈન મંદિર ખાતે પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ચાલનાર આ પર્વનો આજે 3 દિવસ છે. દશ લક્ષણ પર્વ દરમિયાન અભિષેક, શાંતિ મંત્ર, નિત્ય પૂજા ,દરરોજ વિધાન, મહાપૂજન આરતી સહિતના કાર્યક્રમો અહીંયા યોજાવાના છે.

આજે 9 થી 16 તિર્થકરોના નામ અને ચિન્હની રમત યોજાશે
આ પર્વની ધામધુમથી સૌ જૈન બંધુઓ ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે સાંજે પ્રતિક્રમણ (સામાઈક), શાસ્ત્ર વાંચન, આરતીની ઉપજ (બોલી) બોલ્યા બાદ વિવિધ આરતી, સ્તવન (ભજન), સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આનંદ ઉલ્લાસથી સ્પર્ધામાં ભાગ લઈ ધર્મ લાભ લઈ રહ્યા છે. અંનતચૌદસ સુધી આ પર્યુષણ પર્વ યોજાશે. જેમાં દિગંબર જૈન બંધુઓ લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આવનાર પુનમે ઉપવાસીઓના પારણા પણ કરવામાં આવશે. આ પર્વ દરમિયાન આજે નાના બાળકો માટે 9થી 16 તિર્થકરોના નામ અને ચિન્હની રમત, ધાર્મિક હાઉસી, આવતીકાલે ગરબા, રવિવારે ધાર્મિક અંતાક્ષરી જેમાં સ્તુતિ, સ્ત્રોત, ભજન‌ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...