રજૂઆત:માતર તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવેદનપત્રમાં ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી

માતર તાલુકા કોંગ્રેસ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આજે માત્ર મામલતદાર કચેરીમાં જઇને આપ્યું હતું. આવેદનપત્રમાં પ્રજા મોંઘવારીના મારથી બેહાલ બની છે તે વાતને રજૂ કરી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે.

માતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર આજે મામલતદારને આપ્યું હતું. જેમાં જણાવ્યું છે કે, પેટ્રોલ, ડીઝલ ખાતર, તેલ, ગેસ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવવધારાથી આ દેશના પ્રજાજ નો, ખેડૂતો, નાનો અને મધ્યમ વર્ગના વેપારીઓ મોંધવારીનો સામનો કરી રહી છે.

આ ભાવવધારો પ્રજાજનોની મશ્કરી સમાન છે. વધેલા ભાવના કારણે પ્રજાની હાલત બેહાલ બની છે. એમાંય વળી શ્રમજીવીઓને આ મોંઘવારીમાં કેવી રીતે ઘરનું પૂરું કરવું તે મોટો પ્રશ્ન બની ગયો છે. તો પેટ્રોલ, ડીઝલ ખાતર, તેલ, ગેસ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓની ભાવવધારો પાછો ખેંચાય તે અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...