પ્રા.શાળાનું ગુણોત્સવ 2.0નું પરિણામ જાહેર:ખેડા જિલ્લામાં ગુણોત્સવમાં 1370 શાળામાંથી માત્ર 109 ગ્રેડ વનમાં આવી, સાવ નબળી શાળાઓની સંખ્યા 12

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • B ગ્રેડમાં આવનાર શાળાઓની સંખ્યા 985 પર પહોંચી, ઓછા ગ્રેડ મેળવનાર નબળી શાળાઓને તાકીદ કરાઈ

ખેડા જિલ્લા પંચાયત સંચાલિત 1370 પ્રાથમિક શાળાઓનું ગુણોત્સવ 2.0નું પરિણામ જાહેર થયું છે. જેમાંથી માત્ર 109 શાળાઓ જ ગ્રેડવનમાં આવી છે. સૌથી વધુ 985 પ્રાથમિક શાળાઓએ બી ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જયારે સી ગ્રેડમાં (રેડ)માં 196 પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. જ્યારે 12 પ્રાથમિક શાળાઓનું પરિણામ સાવ નબળુ આવ્યું છે.
12 પ્રાથમિક શાળાઓનું પરિણામ તળિયે
જે શાળાનું પરિણામ નબળુ આવ્યું છે. તેમા કપડવંજની 2, કઠલાલની 2, મહુધાની 2, માતરની 1, નડિયાદની 3 અને ઠાસરાની 2 મળી કુલ 12 પ્રાથમિક શાળાઓનું પરિણામ તળિયે એટલે કે બ્લેક કેટેગરીમાં મુકવામાં આવી છે.
ગ્રીન 1માં 109 શાળા
​​​​​​​તાલુકા પ્રમાણે જોઈએ તો ગ્રીન 1માં 109 શાળા છે. જેમાં ગળતેશ્વરમાથી 1, કપડવંજમાથી 29, કઠલાલમાંથી 14, ખેડામાંથી 21, મહેમદાવાદમાંથી 23, મહુધામાંથી 1, માતરમાંથી 9, નડિયાદમાંથી 7, ઠાસરામાંથી 2 અને વસોમાથી 2 શાળાનો સમાવેશ થાય છે.
ગ્રીન 2માં કુલ 53 શાળા
ગ્રીન 2માં કુલ 53 શાળા આવેલી છે. જેમાં ગળતેશ્વર અને મહુધાને બાદ કરતા કપડવંજમાથી 9, કઠલાલમાંથી 5, ખેડામાંથી 12, મહેમદાવાદમાંથી 13, માતરમાંથી 7, નડિયાદમાંથી 4, ઠાસરામાંથી 1 અને વસોમાથી 2 શાળાનો સમાવેશ થાય છે.
ગ્રીન 3માં 12 શાળા
જ્યારે ગ્રીન 3મા 12 શાળા છે. જેમાં ગળતેશ્વર, કઠલાલ, મહુધા, માતર, ઠાસરા અને વસોને બાદ કરી કપડવંજમાથી 5, ખેડામાંથી 4, મહેમદાવાદમાંથી 1 અને નડિયાદમાંથી 2 શાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રીન 4મા માત્ર 3 પંથકમાંથી એટલે કે ખેડામાથી 1, માતરમાથી 1 અને નડિયાદમાથી 1 મળી કુલ 3 શાળાઓ આવી છે.
યલો ઝોનમાં 985 શાળાઓ
હવે વાત કરીએ યલો, એટલે B માં કુલ 985 શાળાઓ આવી છે. જેમા તાલુકા પ્રમાણે જોઈએ તો ગળતેશ્વરમાથી 69, કપડવંજમાથી 206, કઠલાલમાંથી 133, ખેડામાંથી 38, મહેમદાવાદમાંથી 123, મહુધામાંથી 63, માતરમાંથી 71, નડિયાદમાંથી 125, ઠાસરામાંથી 126 અને વસોમાથી 31 શાળાઓ છે.
Cમાં કેટલી શાળાઓનો સમાવેશ?
રેડ ઝોનમાં એટલે કે Cમાં ખેડા તાલુકાને બાકાત કરતા ગળતેશ્વરમાથી 19, કપડવંજમાથી 18, કઠલાલમાંથી 22, મહેમદાવાદમાંથી 8, મહુધામાંથી 17, માતરમાંથી 4, નડિયાદમાંથી 70, ઠાસરામાંથી 30 અને વસોમાથી 8 શાળાનો સમાવેશ થાય છે. આમ તમામ ગ્રીન 1થી 4 અને યલો,રેડ, બ્લેક ઝોન મળી ગળતેશ્વરમાથી 89, કપડવંજમાથી 269, કઠલાલમાંથી 176, ખેડામાંથી 76, મહેમદાવાદમાંથી 168, મહુધામાંથી 83, માતરમાંથી 93, નડિયાદમાંથી 212, ઠાસરામાંથી 161 અને વસોમાથી 43 શાળાઓ મળી 1370 શાળાઓમાં 2.0 નું પરિણામ જાહેર થયું છે.
આ 4 માપદંડોના આધારે પરિણામ
શાળામાં અધ્યાપન-અધ્યયન 64 ટકા, સ્કૂલ મેનેજમેન્ટ 16 ટકા, સહ શૈક્ષણિક પ્રવૃતિ 12 ટકા તેમજ ભૌતિક સુવિધાનો ઉપયોગ અને સ્વચ્છતાના 12 સાથે શાળાનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે.
​​​​​​​​​​​​​​નબળી શાળાઓને તાકિદ કરાઈ: અધિકારી
​​​​​​​
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગુણોત્સવમાં નક્કી કરેલા માપદંડ કરતા ઓછા ગ્રેડ મેળવનાર નબળી શાળાઓને તાકીદ કરવામાં આવી છે. જેથી આવનાર સમયમાં શાળાઓની ગુણવત્તાઓ સુધારી શકાશે.

અન્ય સમાચારો પણ છે...