યોગ પ્રશિક્ષણના વર્ગ:નડિયાદ સંતરામ સમાધિ સ્થાન સંચાલિત 'સુયોગમ' પરિવાર દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન યોગ પ્રશિક્ષણના વર્ગોનો પ્રારંભ કરાયો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર ઘર સુધી તંદુરસ્તી પહોંચાડવાનો સુયોગમ પરિવારના સભ્યોનો પ્રયાસ

સંતરામ સમાધિ સ્થાન સંચાલિત 'સુયોગમ' પરિવાર દ્વારા મહંત રામદાસજી મહારાજના આર્શીદવાદથી યોગ યુક્ત રહો અને રોગ મુક્ત રહો એ વૈદિક પરંપરાને ઉજાગર કરવાના હેતુથી ઘર ઘર યોગ દ્વારા ઘર ઘર તંદુરસ્તી પહોંચાડવાના હેતુથી સુયોગમ પરિવારના સભ્યો દ્વારા "સુયોગમ"ના યોગ ગુરુ પંકેશભાઇ તથા ચાંદનીબેન દ્વારા તાલીમ લીધેલ સભ્યોએ બીગીનર ફોર યોગ અને વેઇટ લોસ ઉપર સામાન્ય પ્રજાને નિશુલ્ક લાભ મળે તે હેતુથી પ્રારંભિક ધોરણે ઓનલાઈન અને ઓફલાઇન યોગ પ્રશિક્ષણના વર્ગોનો પ્રારંભ કર્યો છે.

રામદાસજી મહારાજના આર્શીદવાદથી કુલ બાર બેચથી યોગ પ્રશિક્ષણના વર્ગોનો કરેલ છે. નડિયાદના નગરજનો નિયમિત નિશુલ્ક લાભ મંદિરમાં તો સવારે લઇ રહ્યા છે. સાથે સાથે પોતાના નજીકના વિસ્તારમાં લાભ લે તે હેતુથી આ પ્રશિક્ષણના વર્ગોનો પ્રારંભ કરાયો છે.

આ પ્રસંગે સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ. મોરારીદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, ધરમદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, બ્રમચારી રાજેશનંદજી મહારાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં આર્શીવચન આપી પ્રશિક્ષણના વર્ગોનો પ્રારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...