નડિયાદ નજીકના વાલ્લા-હાથજ રોડ પર બે મોટરસાયકલો સામસામે ભટકાતાં બન્ને મોટર સાયકલ ચાલક સહિત અન્ય એક એમ કુલ 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી એકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે.
બે મોટરસાયકલો સામસામે અથડાયા
નડિયાદ તાલુકાના વાલ્લા ગામે રહેતા ભાવિનભાઈ રમેશભાઈ રાવળ તેમજ તેઓના કાકાનો દીકરો મિહિર બંન્ને પોતાના સ્વજનનું મોટરસાયકલ નંબર (GJ 07 AL 8686) પર મંગળવારની રાત્રે સાડા આઠ વાગ્યની આસપાસ હાથજથી પોતાના ગામે વાલ્લા આવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા મોટરસાયકલ નંબર (GJ 07 EE 8380)ના ચાલકે ઉપરોક્ત મોટરસાયકલ સાથે જોરદાર અથડાવ્યું હતું.
વધુ ગંભીર રીતે ઘાયલને અમદાવાદ રીફર કરાયો
જેના કારણે આ બંને મોટરસાયકલ ચાલકો અને પાછળ બેઠેલ મિહિર ત્રણેયને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા ગંભીર રીતે ઘવાયેલા ભાવિનભાઈનું મોત નીપજયું હતું. જ્યારે મિહિર અને સામેવાળા મોટરસાયકલના ચાલકને એકને કરમસદની ખાનગી હોસ્પિટલ તો બીજાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નડિયાદ રૂલર પોલીસે પણ જરા ભાવિનભાઈના સગા મોટા ભાઈ પીન્કેશકુમારની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.