વડોદરા એક્સપ્રેસ વે પરની ઘટના:ST બસે ગાડીને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, 2 ઈજાગ્રસ્ત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેઢી નદી પાસે વડોદરા એક્સપ્રેસ વે પર બનેલી ઘટના
  • ઘાયલ વ્યક્તિઅોને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર શેઢી નદી આગળ લાલ કલરની બસ આગળ જતી ગાડીને અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિઓમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચી હતી. સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેતા હિરેનભાઇ વાઘાણી તા. 13 જુલાઇના રોજ જી.જે.01 આરજી 6775 ગાડી લઇ સુરત જતા હતા. તેમની સાથે તેમના માતા હેમાબેન, પિતા ગીરધરભાઇ, દાદા કાળાભાઇ સવાર હતા. તે સમયે તેઓ અમદાવાદ-વડોદરા તરફના એક્સપ્રેસ હાઇવે શેઢી નદીની આગળ એક અજાણી લાલ કલરની એસટી બસ હિરેનભાઈની ગાડીને પાછળથી અડફેટ મારી હતી.

જેથી ગાડીમાં સવાર દાદા,માતા અને પિતાને શરીરે ઈજા પહોંચી હતી. બનાવની જાણ હાઇવે એમ્બ્યુલન્સને થતાં બનાવ સ્થળે દોડી આવી ઘવાયેલ વ્યક્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દાદા કાળાભાઈને ફરજ પરના તબીબી અધિકારીએ તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યાં તેમના માતા અને પિતાને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર લાલ એસ.ટી બસ બનાવના સ્થળેથી ફરાર થઇ ગઇ હતી. હિરેનભાઇ ગીરધરભાઇ વાઘાણીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે લાલ કલરની બસ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...