દુર્ઘટના:ડાકોર-અલીન્દ્રા રોડ પર બાઇકની ટક્કરે એકનું મોત

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઇક ચાલક અને સવારને ઇજા

ડાકોર-અલીન્દ્રા રોડ પર ચાલતા જતા 51 વર્ષીય મહિલાને બાઇકના ચાલકે અડફેટે મારતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

નડિયાદના ચલાલીમાં રહેતા જગદીશભાઇ સોઢાપરમારના કાકી કેસરબેન ઉં.51 શુક્રવારના 4:30 વાગ્યાના અરસામાં ડાકોર-અલીન્દ્રા રોડ પર ચાલતા જતા હતા.તે સમયે ડાકોર તરફ થી ડબલ સવારી બાઇકના ચાલકે તેનું બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કેસરબેનને અડફેટે મારી હતી. તેથી તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર બાઇકના ચાલક અને પાછળ બેઠેલ ઇસમને પણ ઇજાઓ પહોચી હતી.

ગંભીર રીતે ઘવાયેલા કેસરબેનને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું શુક્રવારની મોડી સાંજના સાત વાગ્યાના અરસામાં મોત નિપજયુ હતુ. જગદીશભાઇ ગોવિંદભાઇ સોઢાપરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે બાઇકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...