આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:નડિયાદમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલા સુરક્ષા, જાતીગત ભેદભાવ વગેરે માર્ગદર્શન અપાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલા અને બાળ અધિકારીની કચેરી-ખેડા(નડીયાદ) દ્વારા 8 માર્ચ “આંત્તરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ઉજવણીના ભાગરૂપે "બેટી બચાઓ બેટી પઢાઓ" યોજના અંતર્ગત સ્પોર્ટસ કોમ્પલેક્ષ-નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય અને અન્ય રાજયના તાલીમ મેળવતા 12 થી 18વર્ષ ના કિશોર/કિશોરીઓ સાથે સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.

સખી વન સ્ટોપ સેન્ટરનો‌ સ્ટાફ પણ હાજર રહ્યો હતો
આ સેમીનારમાં મહિલા સુરક્ષા, જાતીગત ભેદભાવ, મહિલા સશક્તીકરણ,પોક્સોએક્ટ, રોજગાર વિષયક,કાયદાકીય,બેંક વિષયક માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ તથા સ્પોર્ટસ એકેડર્મી HPC Centre(High Performance Centre) ના Vice President દિપક કુલશ્રેષ્ઠ, મેનેજર વસીમભાઇ, 180 છોકરા-છોકરીઓ, OSC(સખી વન સ્ટોપ સેન્ટર) નો સ્ટાફ, PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર) નો સ્ટાફ તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષના અન્ય સ્ટાફ એ પણ હાજરી આપી હતી. ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ વિવધ રમતોમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી હતી.

જીલ્લા રોજગાર અધિકારી પણ‌ હાજર રહ્યા હતા
જેમાં જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પધારેલ સુપ્રિટેન્ડન્ટ એચ.એન.ઠાકર તથા એડવોકેટ યોગીબેન બારોટ, જીલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લા તથા હેત્તલબેન રોહિત (કરિયર કાઉન્સીલર), જીલ્લા બાળ સુરક્ષા એકમમાંથી લીગલ કમ પ્રોબેશન ઓફિસર કિર્તીબેન જોશી, જીલ્લા લીડ બેન્કમાંથી પ્રકાશભાઇ પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા.