ધ બર્નિંગ કાર:નડિયાદ-મહેમદાવાદ રોડ પર ચાલુ કારમાં આગ લાગતાં નાસભાગ, કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના નડિયાદ-મહેમદાવાદ રોડ પર ગોવિંદપુરા પાટિયા પાસે પસાર થતી કારમાં એકાએક આગ લાગી હતી. જેથી દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં કાર ચાલક સહિત કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યું અનુમાન
નડિયાદ-મહેમદાવાદ રોડ પર ગોવિંદપુરા પાટિયા પાસે ગુરુવારની સમી સાંજે પસાર થતી એક કારમા આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં અહીયા નાસભાગ‌ મચી ગઇ હતી. કાર ચાલકે કારને રોડની બાજુમાં અટકાવી હતી જેના કારણે ચાલક સહિત કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કારમા સવાર અમદાવાદનો પરિવાર નડિયાદ પાસે આવેલા મરીડા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યાંથી પરત જતી વેળાએ આ ઘટના બની છે.
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
કારમાં બાળક સાથે ચાર વ્યક્તિઓ સવાર હતા. સી.એન.જી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં ફાયરબ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને કારમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની સર્જાઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...