બે અકસ્માતમાં બેના મોત:નડિયાદ પાસેના હાઈવે પર ઈકો કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ, મહુધાના મંગળપુરા પાસે ટ્રકે ઈકો કારને ટક્કર મારી

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને જુદા-જુદા અકસ્માતમાં બે લોકોના મોત, મહુધા અને ચકલાસી પોલીસે ફરીયાદ નોંધી

ખેડા જિલ્લામાં આજે માર્ગ અકસ્માતના બે જુદા-જુદા બનાવોમાં બે વ્યક્તિઓના મોત થયા છે. નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઈકો કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ ઘટનામા એકનું મોત થયું હતું. જ્યારે મહુધાના મંગળપુરા પાસે ટ્રકે ઈકો કારને જોરદાર ટક્કર મારતા ઈકો કાર ચાલકનું મોત નિપજ્યું છે. આ બંને બનાવો સંદર્ભે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ચકલાસી નજીક ઈકોનું એકાએક ટાયર ફાટ્યું
નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વડોદરા તરફથી અમદાવાદ તરફ જતી ઈકો કારનું ચકલાસી નજીક એકાએક ટાયર ફાટતાં કાર ચાલકે ડ્રાઈવિગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં આ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અક્સ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને ચકલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુધાથી નડિયાદ આવી રહેલા ઈકો ચાલકનું મોત
અકસ્માતનો અન્ય બનાવની વિગત મુજબ નડિયાદ તાલુકાના મંજીપુરા રોડ પર રહેતા પ્રેમકિશન ધરમદાસ મોતીપણીની મહુધામાં કરિયાણાની દુકાન આવેલી છે. તેઓ પોતાની ઈક્કો ગાડી નંબર (GJ 07 DC 3886) લઈને દુકાને જવા માટે ઉપયોગ કરે છે. ગઈકાલે તેઓ પોતાની ઈકો કાર લઈને મહુધાથી નડિયાદ આવી રહ્યા હતા. તે વખતે મહુધાના મંગલપુરા પાટિયા પાસે ટ્રક નંબર (PB 13 BG 5253)ના ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ઈકો કાર ચાલક પ્રેમકિશન મોતીપણીને ગંભીર ઇજા થઇ હતી. ઘટના બાદ સ્થાનિકોના મદદથી અને તેમના સગાભાઇના મદદથી કારમાંથી બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જોકે પ્રેમકિશનને જરુરી સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસમાં પ્રેમકિશનના ભાઈ મોહનકુમારે ફરિયાદ આપતા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...