• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • On The Day Of Devdiwali In Dakor, Thakorji Will Be Adorned With A Gold Crown Studded With A Quarter Of A Lakh Of Jewels, Beautiful Ornaments, The Temple Premises Will Resound With The Jayanad Of Ranchhodrai.

ડાકોરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી થશે:ઠાકોરજીને સવા લાખના રત્નજડિત સોનાના મુગટ, સુંદર આભૂષણો પહેરાવાશે, મંદિર પરિસર રણછોડરાયના જયનાદથી ગુંજશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાળીયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે વર્ષો પહેલાં દેવદિવાળીના દિવસે રાજા રણછોડરાય ડાકોર મૂકામે પધાર્યા હતા. કારતક પૂનમ સંવત 1212 દેવ-દિવાળીના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધિશ ગાડામાં બેસીને ડાકોર આવ્યાં હતા. બસ, ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારમાં આવશે. જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાશે.

દૂર-દૂરથી દર્શનાર્થિઓ આવશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકોરજીને સવા લાખના રત્નજડિત સોનાના મુગટ, સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવશે. કાળીયા ઠાકોરના આ મનમોહક રૂપને નિહાળવા દૂર-દૂરથી દર્શનાર્થિઓ આવશે. ફક્ત મંદિર જ નહીં, આખું ડાકોર રણછોડરાયના જયનાદથી ગુંજી ઉઠશે. ચાલુ વર્ષે દેવદિવાળી ટાંણે જ ચંદ્ર ગ્રહણ હોવાથી ડાકોરના ઠાકોરજીના દર્શનમાં ફેરફાર થયો છે.

વહેલી સવારના 3 વાગ્યે મંગળા આરતી થશે
સવારના દર્શન ખુલવાનો સમય જોઈએ તો, સવારે 3થી 6 સુધી, 6:30થી 8 સુધી અને 9થી 1 સુધી દર્શન કરી શકાશે. સવારના દર્શન બંધનો સમય 6થી 6:30 સુધી, 8થી 9 સુધી અને એ બાદ બપોરે 1થી 7:30 સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. સાંજના 7:30 નિજમંદિર ખુલશે. આ બાદ ઉત્થાપનઆરતી થઇ નિત્યક્રમાનુસાર સ્નાન-સેવા થઇ શયનભોગ-સખડીભોગ આરોગીને ઠાકોરજી પોઢીજશે.

અન્ય સમાચારો પણ છે...