વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉત્તરાયણ પર્વના આગળના દિવસે જ ગોકુલધામ નાર સ્વામિનારાયણ ગુરુકુળના સુખદેવ સ્વામીના સૌજન્યથી વડતાલની કુમાર અને કન્યાશાળામાં, લક્ષ્મીનારાયણ હાઈ સ્કુલ તથા અન્ય સ્કુલમાં અભ્યાસ કરતા 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને પતંગ અને ચિક્કી, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંજે ધાબા પરથી નીચે આવો ત્યારે દોરીના ગુચડા લાવી નાશ કરવા જણાવ્યું
આ પ્રસંગે મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા શીખ આપી હતી.મકાન પર પતંગ પકડવા ન દોડવા. તથા વીજ લાઈનથી દુર રહેવા જણાવ્યું હતું. સાથે સાથે સાંજે ધાબા પરથી નીચે આવો ત્યારે દોરીના ગુચડા લાવી નાશ કરવા જણાવ્યું હતું. વડતાલ મંદિરના વહિવટી સહયોગી પૂજ્ય મુનિવલ્લભ સ્વામી, શ્યામવલ્લભ સ્વામી ઉપરાંત કેતનભાઇ પટેલ USA અને પ્રિતેશભાઇ પટેલ તથા જીગ્ગુભાઇ પટેલના હસ્તે આ પતંગ વિતરણ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.