મકરસંક્રાંતિએ દાનનો અનોખો મહિમા:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિના પાવન દિવસે જિલ્લા વાસીઓએ દાન કરી ધન્યતા અનુભવી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો વિશિષ્ટ મહિમા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિના પાવન દિવસે જિલ્લા વાસીઓએ દાન કરી ધન્યતા અનુભવી છે. યથાયોગ્ય શક્તિ પ્રમાણે દાન કર્યું છે.​​​​​​ ઉત્તરાયણે દાન કરી શ્રધ્ધાળુઓએ પૂણ્ય કમાયું છે. મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે દાન પૂષ્ણનો મહિમા હોઈ નડિયાદ શહેરમાં સંતરામ રોડ પર ભિક્ષુકો દાન સ્વિકારવા ઉમટી પડ્યા હતા. વહેલી સવારે સંતરામ મંદિરના સંતો-મહંતો તેમજ સેવકો દ્વારા દાન આપવાની શરૂઆત કરવામાં આવી. જે બાદ સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો યથા શક્તિ દાન પુણ્ય કરવા માટે ઉમટી પડતા હતા. આમ આનંદ અને ઉલ્લાસના આ પર્વની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મકરસંક્રાંતિએ દાનનો અનોખો મહિમાઉત્તરાયણે ગાયને ઘાસ નાખવાથી પણ પુણ્ય મળે છે, તેવી માન્યતાને પગલે સંતરામ રોડ પર ભિક્ષુકોને દાન આપવાની સાથે સાથે શ્રધ્ધાળુઓએ ગૌમાતને પણ લીલો ઘાસચારો ખવડાવી પુણ્ય મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...