શુક્રવારે પોષ સુદ પૂનમ હોવાથી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. આ પૂનમનું ખાસ મહત્વ હોય છે. બાળક બોલતું થાય તે હેતુસર ભાવિક ભક્તો ગુજરાતના ખુણે ખુણેથી નડિયાદ ખાતે આવી સંતરામ મંદિરના દ્વારે બોરાની ઉછામણી કરે છે. આ દિવસે હજારો મણ બોરા ઉછામણી થશે. અને વાતાવરણ 'જય મહારાજ'ના નાદ સાથે ગૂંજી ઉઠશે. જેને લઇને આજે હજારો મણ બોરા બજારોમાં ઠલવાયા છે.
ભક્તો રાજ્યના ખુણે ખુણેથી આવી સંતરામ મહારાજના અંખડ જ્યોતના દર્શન કરે છે
નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં શુક્રવારે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થઈ જશે. ભક્તો દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરશે. અને ગાદિપતિ મહારાજના આશિર્વાદ મેળવશે. પોષી પૂનમનુ આગવુ મહત્વ હોય છે. નાના બાળકો બોલતા થાય અથવા તો તોતડાપણું દુર થાય તે હેતુસર કેટલાય ભક્તો રાજ્યના ખુણે ખુણેથી આવી સંતરામ મહારાજના અંખડ જ્યોતના દર્શન કરે છે. અને આ બાદ મંદિરના પરિસરમાં જ બોરાની ઉછામણી કરે છે અને કેટલાય ભાવિકો આ બોરાને ખોબામા જીલે છે. તેમજ પ્રસાદ રૂપી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.
હજારો ભક્તોની ચહલપહલ રહે છે અને ચારેય કોર જય મહારાજનો નાદ ગૂંજી ઉઠે છે
દર વર્ષે તો આ પૂનમના દિવસે મંદિર પટાંગણ ભક્તો સાથે ચિક્કાર થઈ જાય છે. સંપૂર્ણ દિવસ દરમિયાન હજારો ભક્તોની ચહલપહલ રહે છે અને ચારેય કોર જય મહારાજનો નાદ ગૂંજી ઉઠે છે. તો મંદિર બહાર પણ જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આવતીકાલે પોષી પૂનમ છે ત્યારે નડિયાદના બજારોમાં બોરની બોલબાલા જોવા મળી છે. પૂનમના દિવસે અહીં પોતાનું બાળક બોલતું થાય એ શ્રદ્ધા સાથે સંતરામ મહારાજની જ્યોતનાં દર્શન કરી માનતા પૂરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.