ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું:યાત્રાધામ ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ ભક્તો ધોળી ધજા અને‌ હાથમાં તૂલસીના ક્યારા સાથે રણછોડજીના દરબારમાં ઉમટ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાળીયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે 867 વર્ષ પહેલાં દેવદિવાળીના દિવસે રાજા રણછોડરાય ડાકોર મૂકામે પધાર્યા હતા. કારતક પૂનમ સંવત 1212 દેવ-દિવાળીના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધિશ ગાડામાં બેસીને ડાકોર આવ્યાં હતા. ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારમાં આવે છે. જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાઈ છે. ત્યારે કાર્તિક પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તો ધોળી ધજા અને‌ હાથમાં તૂલસીના ક્યારા સાથે રણછોડજીના દરબારમાં ઉમટ્યાં હતા.

શ્રીજીના અલૌકિક દર્શનની ઝાંખી
મંગળવારે ભાવિક ભક્તોનુ અહીયા મહેરામણ ઉમટ્યું છે. સાથે હાથમા 52 ગજની ધોળી ધજાઓ તેમજ તુલસી ક્યારા અને રણછોડજીના ફોટા લઈ દૂર દૂરથી પગપાળા ભક્તો અહીયા આવી રહ્યા છે. કાર્તિક પૂનમે રણછોડરાયજીનું ડાકોરમાં આગમન થયે 867 વર્ષ પૂર્ણ થયા છે અને 868 વર્ષમા પ્રવેશ થયો છે. ત્યારે આ દિવ્ય અવસરે શ્રીજીના અલૌકિક દર્શનની ઝાંખી કરવા માટે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડયું છે. આ પૂનમે શ્રીજીની વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ કેસર સ્નાન કરાવી દાગીનાના સુંદર શણગારની સાથે રત્નજડિત મોટો મુગટ પહેરાવવામાં આવ્યો છે.

​​​​​​​મુગુટની કિંમત આજે કરોડોમાં છે
આ મુગટને મોટા મુગટ તરીકે ઓળખવામાં આવે છે, જે એક ગણિકા ધ્વારા વર્ષો પહેલાં ભેટ અપાયો હતો તે સમયે આ અલોકિક મુગુટની કિંમત સવા લાખ રૂપિયા હતિ. જે આજે કરોડોમા છે. આ દિવસ નિમિત્તે મંદિરમાં દીપમાળ પર દીવા પ્રગટાવવાની સાથે પરિસરમાં ભવ્ય રોશની કરવામા આવી છે. જેનો સાંજનો નજારો જોવા જેવો હોય છે. જોકે દેવ દિવાળીના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી ડાકોર મંદિરમાં શ્રીજી મહારાજ ના દર્શનના સમયમાં ફેરફાર કરવા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...