નડિયાદ શહેરના ઇન્દિરા નગરી વિસ્તારમાં 25 વર્ષ જુના દબાણો હટાવવા નગરપાલિકાએ 75 મકાન ધારકોને નોટીસ આપી છે. આ મકાનો નગરપાલિકાના ટીપી રસ્તા અને કોમન પ્લોટ પર બનાવી દેવાયા હોવાનો નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે આટલા વર્ષો સુધી પાલિકાને આ દબાણો કેમ નતા દેખાયા, અને હવે અચાનક કેમ નગરપાલિકાની ઉંઘ ઉડી છે. તે બાબતને લઈને પણ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
નડિયાદ પાલિકા દ્વારા રીંગ રોડ પાસેની ઈન્દીરા નગરીમાં 75 ઝુંપડા ધારકોને દબાણ હટાવવા નોટિસ આપી છે. નોટિસમાં પાલિકાએ ઉલ્લેખ કર્યો છે કે નગરપાલિકાના નગર રચના યોજના નં.1 ના ટીપી રસ્તા અને અનામત પ્લોટ પર ગેરકાયદેસર રીતે ઝુપડા બાંધી દબાણ કર્યું છે.
જે નોટીસ આપ્યા થી 7 દિવસમાં દુર કરવા. નોટિસનો અમલ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી નોટિસના માધ્યમથી આપવામાં આવી છે. પરંતુ અહીં સવાલ એ થાય છેકે 25 વર્ષ કરતા પણ વધારે જુના આ દબાણો પર અચાનક પાલિકાની નજર પડી, કે પછી અન્ય કોઈ હેતુસર પાલિકા કામગીરી કરી રહી છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે, તેવા સમયે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ન કરવા સ્થાનિકોએ જણાવ્યું હતું
પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી છે
નગરપાલિકા દ્વારા 75 દબાણકર્તાઓને નોટિસ આપી છે. જે દબાણો હટાવવા પોલીસ પ્રોટેક્શનની જરૂર હોઈ અમે પોલીસમાં અરજી કરી છે. હવે કેટલી ફોર્સ જોઈએ છે, તે મુજબ રૂપિયા ભરવાના છે. જે કાર્યવાહી પૂર્ણ થયે જે દિવસે પોલીસ પ્રોટેક્શન આપવાનું નક્કી કરશે તે દિવસે દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરાસે. > રાહુલ શાહ, પ્લાનીંગ અસીસ્ટન્સ, નડિયાદ નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.