ચૂંટણી ફોર્મ ભરવાનો પ્રથમ દિવસ:ખેડા જિલ્લામાં છ વિધાનસભા બેઠક માટે પથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નહીં

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની 6 બેઠકો માટે ચુંટણી નામાકંન પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. જોકે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી. ખેડા જિલ્લામાં બીજા તબકકામાં 5 ડીસેમ્બરના રોજ જિલ્લાના કુલ-1744 મતદાન મથકો પર મતદાન યોજાશે.

પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી
ઉમેદવારીપત્રો આજથી એટલે કે 10મી નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન ભરાસે આ ઉમેદવારી પત્રો ખેડા જિલ્લામાં કુલ છ વિધાનસભા મત વિભાગમાં 115-માતર બેઠક માટે ચૂંટણી ૌ અધિકારી પ્રાંત કચેરી , ખેડા અથવા મદદનીશ ચુંટણી અધિકારી, મામલતદાર કચેરી, ખેડા ખાતે 116- નડિયાદ, ચૂંટણી અધિકારી - પ્રાંત અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી નડિયાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી - મામલતદાર નડિયાદ (શહેર), નડિયાદ ખાતે 117-મહેમદાવાદ બેઠક માટે ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી, નડિયાદ મામલતદાર કચેરી, મહેમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી - મામલતદાર, મહેમદાવાદ કચેરી, મહેમદાવાદ; 118-મહુધા બેઠક માટે ચૂંટણી અધિકારી - નાયબ કલેકટર, જમીન સુધારણા અને અપીલ, નડિયાદ મામલતદાર કચેરી, મહુધા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી - મામલતદાર મહુધા 119-ઠાસરા બેઠક માટે ચૂંટણી અધિકારી - પ્રાંત અધિકારી ઠાસરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી - મામલતદાર ઠાસરા​​​​​​​ 120-કપડવંજ બેઠક માટે ચૂંટણી અધિકારી - પ્રાંત અધિકારી , કપડવંજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી - મામલતદાર કપડવંજ ખાતે આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું હતું પરંતુ પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...