ખાટલાનો ખટરાગ:માછીયેલમાં રસ્તામાં ખાટલો કોણે મૂક્યો છે તેમ કહીં ધમાલ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર મારનારા 3 શખસ વિરૂદ્ધ ફરિયાદ

ખેડાના માછીયેલમાં શિલ્પાબેન ઝાલા પરિવાર સાથે રહે છે. તા.7 મે ના રોજ તેઓ તેમના ઘરે હાજર હતા તે સમયે પડોશમાં રહેતા વિપુલભાઇ સાથે શિલ્પાબેનને દીકરા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. જેથી દિકરાઓ એકબીજાના ઘરે ન જાય તે માટે રસ્તામાં ખાટલો મૂક્યો હતો. સાંજના સમયે વિપુલભાઇ આવી કહેલ કે આ ખાટલો રસ્તામાં કોને મૂક્યો છે, તેમ કહી ખાટલો પછાળી ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા વધારે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરવા લાગ્યા હતા.

વળી તે સમયે વિપુલભાઈના ઘરના સભ્યો સુનિલભાઇ, જ્યોત્સનાબેન આવી ત્રણેય ભેગા મળી ઝપાઝપી કરી હતી. વળી એટલાથી ન અટકતા વિપુલભાઇ ઘરમાંથી લાકડાનો ડંડો લઈ આવી શિલ્પાબેનને શરીરે મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી બૂમાબૂમ કરતા શિલ્પાબેનના ઘરના સભ્યો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ બનાવ અંગે શિલ્પાબેન ગણપતભાઇ ઝાલાએ માતર પોલીસ મથકે વિપુલભાઇ, સુનિલભાઈ અને જ્યોત્સનાબેન સોઢાપરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે માતર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...