સ્નેહમિલન કાર્યક્રમ:નડિયાદ કલામંદિર ખાતે યોજાયેલા કલાકારોના સ્નેહમિલન કાર્યક્રમમાં સંસ્થાની પ્રગતિ માટે નવા સુઝાવ મુકાયા

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નડિયાદ કલામંદિરના પટાંગણમાં સ્નેહમિલન સમારોહ ‘ગુજરાત દર્પણ’ના તંત્રી સુભાષ શાહ તેમજ વરિષ્ઠ પીઢ પત્રકાર શૈલેષ પરીખના અતિથિ‌ વિશેષ પદે સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધીના અધ્યક્ષપદે અને મંત્રી સતીષ દવે, આમંત્રિત મેહુલ પટેલ (અગ્રણી ઇજનેર-વાલ્મી-આણંદ), લેખક-દિગ્દર્શક-કલાકાર હાર્દિક યાજ્ઞિક, નૃપેશ શાહના સાનિધ્યમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાની પ્રગતિ માટે નવા સુઝાવ મુકવામાં આવ્યા હતા
આ પ્રસંગે સંસ્થા પ્રમુખ ઉમેશ ગાંધીએ મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો અને સર્વે કલાકાર પરિવારજનોને આવકારી સૌનું અભિવાદન કર્યુ હતું. જયારે અતિથિવિશેષ સુભાષ શાહ, શૈલેષ પરીખ, ડૉ. હાર્દિક યાજ્ઞિક, મેહુલ પટેલ, નૃપેશ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરી સર્વે કલાકારોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પ્રસંગને અનુરૂપ કલાકારોમાં સર્વ મહેશ રબારી, પ્રણવ સાગર, કવિયત્રી અને જાણીતા કલાકાર ઉષા ઢેબર, હેમંતભાઇ વ્યાસ, લેખક-દિગ્દર્શક સુરેશભાઇ પટેલ (પલાણા), કુ.મેઘના પટેલ, પત્રકાર વિનુભાઇ સુથાર વિગેરેએ પણ નવા સુઝાવ મુકી સંસ્થાની પ્રગતિ માટે, કલાકારોની પ્રગતિ માટે સુંદર વિચારોનું આદાન-પ્રદાન કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમનું સંચાલન નાટયકાર સુરેશ સોઢાએ કર્યુ
અમેરિકાથી પધારેલ કૌશિકાબેન પટેલ, સાત્વિક સીન,નડિયાદના પ્રમુખ વિજય સોની, નિલય પંડયા, વોઇસ ઓફ હેમંતકુમાર, શરદ ગજજર, ટ્રસ્ટી રાજેશ પટેલ તેમજ સંસ્થાના કલાકારોમાં નિર્મળાબેન દવે, રૂપલ પટેલ, શ્રૃતિ દવે, રંજન સોઢા, હિર દવે, આકાશ ઝવેરી, નિલય કડીયા, શોભન પિલ્લઇ, મન સાગર, રોશન દવે, પિન્ટુ દવે, શૈલેષ સોલંકી હાજર રહ્યાં હતાં.કાર્યક્રમનું સંચાલન નાટયકાર સુરેશ સોઢાએ કર્યુ હતું. જયારે આભારવિધિ હિતેશ દવેએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...