નૂતન સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ:સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલધામમાં 7 કરોડના ખર્ચે નૂતન સંસ્કૃત પાઠશાળા તૈયાર થઈ

નડિયાદ3 મહિનો પહેલા
  • સ્વામિનારાયણ રીસર્ચ સેન્ટર શરૂ થશે, આ મહાવિદ્યાલય ઈન્ટરનેટ, વાઈફાઈ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ

ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલ ગોમતી કિનારે રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિમિત લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો તથા અગ્રણી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરની સંસ્કૃત પાઠશાળા શિરમોર સમી તમામ સુવિધાઓથી સજ્જ બની રહે તેવી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની લાગણી હતી. જે નૂતન સંસ્કૃત પાઠશાળાની સાથે પૂર્ણ થઈ છે.

ત્રણ માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અભ્યાસ હોલ રહેશે
વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ સંસ્કૃત પાઠશાળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, નૂતન સંસ્કૃત મહાવિદ્યાલયનું 60 હજાર સ્કવેરફૂટ જગ્યામાં નિર્માણ થયેલુમ છે. આ મહાવિદ્યાલય ઈન્ટરનેટ, વાઈફાઈ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ત્રણ માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અભ્યાસ હોલ આવેલો છે. જ્યાં વિદ્યાર્થીઓને મુખ્ય વિષય સંસ્કૃત, વ્યાકરણ, વેદાન્ત, સાહિત્ય, જ્યોતિષ, કોમ્પ્યુટર, સંગીત ઉપરાંત યોગ, વેદ અને કર્મકાંડ સહિતના વિષયોનું અધ્યન કરાવાશે.

આ પાઠશાળાને ધોરણ 9થી એમ.એ. સુધીની માન્યતા પ્રદાન
આ વિદ્યાલયની વિશેષતા એ છે કે, તે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે.જ્યારે શાસ્ત્રી અને આચાર્ય વર્ગનું જોડાણ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે થયેલું છે. સાથે-સાથે વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે ટેમ્પલ મેનેજમેન્ટ, જ્યોતિષ, યોગ, વેદ અને કર્મકાંડ વિગેરે ડીપ્લોમા કોર્સને પણ સ્થાન અપાયું છે. આ પાઠશાળાને ધોરણ 9થી એમ.એ. સુધીની માન્યતા પ્રદાન છે. વિદ્યાલયમાં વિવિધ વિષયોના 9 અધ્યાપકો છે. અહીં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. નિઃશુલ્ક શિક્ષણ પુરૂ પાડતી ગુજરાતની જ નહીં પણ સંભવતઃ ભારતની એકમાત્ર મહાવિદ્યાલય હશે!

વિશાળ ભોજનાલયનું નિર્માણ કરાયું
અહીં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને ઈન્ટરનેટ અને વાઈફાઈ સુવિધાનો લાભ મળશે. દરેક કલાસ વર્ગ સ્માર્ટ એટલે કે ડીઝીટલ ક્લાસ છે. આવા કુલ 9 કલાસ છે અને દરેક ક્લાસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. વિદ્યાર્થીઓ માટે ઈ લાયબ્રેરી સુવિધા ઉપલબ્ધ છે. આધુનિક કોમ્પ્યુટર લેબ છે જેમાં 40 ઓલ ઈન વન સ્કીન કોમ્પ્યુટર છે. 200 ચોરસ ફુટનો પ્રાર્થના હોલ છે. જ્યારે વિદ્યાર્થીઓને રહેવા માટે 35 રૂમો છે. 200 વિદ્યાર્થીઓ 5 હજાર ચોરસ ફૂટના વિશાળ ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી ર્ડા.સંત સ્વામીની રાહબરી હેઠળ આખા પ્રોજેકટનું નિર્માણ થયેલ છે. સ્વામિનારાયણ રીસર્ચ સેન્ટરના પ્રથમાધ્યક્ષ ર્ડા.બળવંત જાની-કુલપતિ રાસ્થાન યુનિર્વસીટી રેહેશ. સરદાર પટેલ યુનિર્વસીટી સાથે એમ.ઓ.યુ. કરીને સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે. સંપ્રદાયના જ્ઞાનપ્રકાશદાસજી-ગાંધીનગર, શાસી ધર્મપ્રકાશદાસજી - વડતાલ, શાસ્રી ભાનુપ્રકાશદાસજી- પોરબંદર વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં હતા.

મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પણ હાજર રહ્યા
સાથે જ નિત્યસ્વરૂપ સ્વામી સરધાર, શા,નૌતમપ્રકાશદાસજી, બાલકૃષ્ણ સ્વામી - મેમનગર ગુરૂકુલ, શા.હરિજીવનદાસજી - ચેરમેનશ્રી ગઢપુર, કો.દેવનંદનદાસજી - ચેરમેન જૂનાગઢ, શા.ધર્મપ્રિયદાસજી (બાપુ સ્વામી), કો.સુખદેવ સ્વામી - ભુજ મંદિર વગેરે સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આજ રોજ ગુજરાત સરકારના પ્રતનિધિ સ્વરૂપે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પણ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ ઉદ્ઘાટન સમારંભનું સંપૂર્ણ સંચાલન શ્યામ સ્વામીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...