ધમાકેદાર પરફોર્મન્સની ટોપ તસવીરો:છઠ્ઠા નોરતે નડિયાદનું ગરબા ગ્રાઉન્ડ પણ સાંકડું પડવા લાગ્યું, છેક સવાર સુધી યંગસ્ટરો મન મૂકીને ઝૂમ્યા

નડિયાદ2 મહિનો પહેલા

નવરાત્રિ પર્વ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે યુવાધન ઘેલમાં આવી બરાબર હિલોળે ચડ્યું છે. મોટા મોટા ગ્રાઉન્ડ પર થતાં કોમર્શિયલ ગરબામાં રંગ જામ્યો છે. ખાસ કરીને શનિ-રવિવારની જાહેર રજા મળતા આ દિવસો દરમિયાન નવરાત્રિના ઉત્સવમા ચાંદ ચાંદ લાગ્યા છે. ગરબા ગ્રાઉન્ડ પર હૈયેહૈયું દળાય તેટલી ભીડ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.

નડિયાદવાસીઓ દિલ ખોલી ગરબા રમ્યા
નડિયાદમાં 3 જગ્યાએ પ્રોફેશનલ ગરબાના ગ્રાઉન્ડ પૈકી એક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. મોડીરાતથી સવારોસવાર સુધી ગરબે ઘૂમવામા ખેલૈયાઓ વ્યસ્ત જોવા મળ્યા હતા. ખાસ કરીને રજાનો માહોલ એટલે કે, બીજા દિવસે રવિવાર આવતો હોવાથી ગરબા રસિકો તથા ગરબાનો આનંદ માણનાર લોકોની સંખ્યામા વધારો જોવા મળ્યો હતો. પાસ મેળવી ગરબાની રંગત માણતા નડિયાદવાસીઓ આ રાતે ઝૂમી દિલ ખોલી ગરબા ખેલ્યા હતા.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્ય ભાસ્કર એપ...

ગરબાના સ્ટેપ સાથે ગર્લ્સની નટખટ અદાઓ, જુઓ તસવીરો

ગ્રાઉન્ડ પણ સાંકડું પડવા લાગ્યું
નવરાત્રિના બે દિવસ ખેલૈયાઓને પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા એમ આજે છઠ્ઠા નોરતે મોટાપાયે થતા ગરબાના ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલાં જોવા મળ્યાં છે. કોરોનાનાં બે વર્ષ બાદ ફરી એકવાર નડિયાદના ગ્રાઉન્ડ પર હૈયાથી હૈયુ ંદળાય એવી ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...