નડિયાદના સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી ડૉ. હસિત મહેતાની કેન્દ્રિય સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ ચાલતી દિલ્હી સાહિત્ય એકેડમીના સભ્યપદે નિમણૂંક થઈ છે. તેઓ વર્ષ 2023થી 2027 એમ પાંચ વર્ષ માટે પદ પર કાર્યરત રહેશે.
નડિયાદની કોલેજમાં 15 વર્ષથી આચાર્ય
હસિત મેહતાએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બકુલ ત્રિપાઠીના હાસ્ય સાહિત્ય પર પીએચડીની ડિગ્રી મેળવી હતી. તેઓ હસિત મહેતા નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજમાં પંદર વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારત્વ, કટાર લેખન,અને સાહિત્ય સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. દેશની 24 ભાષાઓ માટે કાર્યરત કેન્દ્રિય એકેડમીના સર્વોચ્ચ સત્તામંડળમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું પ્રતિનિધિત્ત્વ કરવાની અનોખી તક હસિત મહેતાને મળી છે. જે ચરોતરના સાહિત્ય જગત માટે આનંદ અને ગૌરવની વાત છે. નોંધનીય છે, કે ભારતીય સાહિત્યની સર્વોચ્ચ સંસ્થા દિલ્હી સાહિત્ય એકેડદમી 1952માં સ્થપાવામાં આવી અને 1954માં વિધિવત રીતે સંસદમાંથી તેનો કાયદો પસાર થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.