ગૌરવ:JEE એડવાન્સમાં નડિયાદનો પૂજન શાહ રાજ્યમાં 5મા ક્રમે

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

IITની પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ રવિવારે જાહેર થયું. આ વર્ષે ઓસ ઓવર રિઝલ્ટ નબળું આવ્યું પરંતુ રાજ્યના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ પૈકી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી નડિયાદના પુજન શાહે સાક્ષર નગરીનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશમાં તેનો 67મો, રાજ્યમાં પાંચમો અને ખેડા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. નડિયાદના ડોક્ટર પરીવારનો દિકરો JEE એડવાન્સની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવતા જ પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ છે. જો પુજનના પરિવારની વાત કરીયે તો દાદા ડોક્ટર જયંત શાહ, પિતા ડો.ચેતન શાહ અને માતા ડો. સોનલ શાહ છે.

ડોક્ટરનો દિકરો ડોક્ટર જ બને તેમ સૌ માનતા હોય છે. પરંતુ પુજને પહેલે થી જ કઈક અલગ કરવાનું વિચાર્યું હતું. અને એટલે જ તે ધો.9 થી જ JEEની પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયો હતો. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં તેણે 99.80 ટકા મેળવ્યા હતા. જ્યાથી તેના કોન્ફિડન્સમાં વધારો થયો હતો. તે દૈનિક 10 થી 12 કલાક મહેનત કરતો હતો. જે મહેનતનું પરિણામ આજે તેને મળી ચુક્યુ્ં છે. હવે તે મુંબઈ કે દિલ્હીમાં કોમ્પયુટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવે છે. તેનું કહેવું છેકે માતા પિતા અને મોટી બહેન હિરે તેને અભ્યાસ માટે હંમેશા પ્રોત્સાહિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...