કરાટે સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ:હરિયાણા ખાતે આયોજીત નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં નડિયાદના ખેલાડીઓ ઝળક્યાં, 3 સુવર્ણ, 1 રજત અને 4 કાશ્ય પદક જીત્યાં

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નડિયાદ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું

નેશનલ કરાટે ચેમ્પિયનશિપની ગત 27-28 ઓગસ્ટના રોજ કુરુક્ષેત્ર (હરિયાણા) ખાતે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડિફેન્સ માર્શલ આર્ટ્સ એકેડમી, નડિયાદ દ્વારા સંચાલિત કોચ શ્રેયાંશ સોનીના નેજા હેઠળ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 3 સુવર્ણ, 1 રજત અને 4 કાશ્ય પદક મેળવી નડિયાદ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

સીનીયર લેવેલમાં ધ્રુવીક નસિતે કાશ્ય પદક મેળવ્યો
આ સ્પર્ધાની વધુ માહિતી આપતા કોચ શ્રેયાંશ સોનીએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખિલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેમાં એમની આ એકેડમીના ઝીલ ચોકસીએ 8 વર્ષથી નાની ઉંમરમાં કુમિતે અને કાતામાં અનુક્રમે સુવર્ણ તથા કાશ્ય, કર્તવ્ય પંચાલ અને જેની ત્રિવેદીએ 10 વર્ષથી નાની ઉંમરની કેટેગરીમાં કાતામાં અનુક્રમે સુવર્ણ તથા કાશ્ય, જ્યારે કુમિતેમાં જૈની ત્રિવેદી તથા વેદાંશી ચોકસીએ અનુક્રમે સુવર્ણ તથા રજત અને 12 વર્ષથી નાની ઉંમરની કેટેગરીમાં કુમીતેમાં દેવમ ત્રિવેદી અને ઋષિ ચોકસીએ કાશ્ય, જયારે સીનીયર લેવેલે ધ્રુવીક નસિત એ કાશ્ય પદક મેળવેલ છે.

એકડીમીએ ફરી વખત સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ હાંસલ કરી
​​​​​​​
વધુમાં કોચે જણાવ્યું કે, અમારી એકડમીના ઘણા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ મેળવી ચૂકવ્યા છે. તથા છેલ્લી ટુર્નામેન્ટમાં મેં વચન આપેલ હતું કે જો મોકો મળશે તો અમે નડિયાદ, ગુજરાત તથા ભારતનું નામ રોશન કરીશું, આમ આ એકડીમીએ ફરી વખત સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ હાંસલ કરી નડિયાદ સહિત ખેડા જિલ્લા અને સમગ્ર ગુજરાતનુ નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...