સંતરામ મહારાજના 192મા સમાધિ ઉત્સવ નિમિત્તે યોજાનાર સાકરવર્ષા અને મેળાના નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગવત સપ્તાહ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ગાયકો અને ભજનીકોના કાર્યક્રમો યોજાનાર છે.
કથા 23થી 29 જાન્યુઆરી દરમ્યાન દ૨૨ોજ સવારે યોજાશે
સંતરામ નગરી નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192મા સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી 5મી ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે. જેમાં સુપ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ. જીગ્નેશદાદાની કથા 23થી 29 જાન્યુઆરી દરમ્યાન દ૨૨ોજ સવારે યોજાનાર છે.
ભજનીક હેમંત ચૌહાણ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહેશે
આ ઉપરાંત ગુજરાતના જાણીતા સંગીતકારો, ગાયકો, અને ભજનીકો દ૨૨ોજ રાત્રે ભક્તિસંગીતમાં ચરોતરની પ્રજાને તલ્લીન કરશે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક હેમંત ચૌહાણ ઉપરાંત મન મોર બની થનગાટ કરેથી પ્રસિદ્ધ થયેલા ઓસમાન મીર, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, વડોદરાના યુનાઇટેડ ગરબાના પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિત, ઘોઘાવદરના સુપ્રસિદ્ધ ભજનીક નિરંજન રાજ્યગુરુ વગેરેનું ભક્તિ સંગીત 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમ્યાન દરરોજ રાત્રે 7:30 કલાકે સંતરામ મંદિરના મુખ્ય કથામંડપમાં યોજાશે.
3જી અને ચોથી તારીખે શ્રીરામ ચરિત સમુહ પારાયણ(અખંડ)
ત્યારબાદ 30મી જાન્યુઆરીથી બપોરે 3 થી 6 ગીતાજી સત્સંગ, 2જી અને 3જી ફેબ્રુઆરીએ સંતો-ભક્તો દ્વારા પદગાન, 3જી અને ચોથી તારીખે શ્રીરામ ચરિત સમુહ પારાયણ(અખંડ), આ અગાઉ 7 થી 13મી જાન્યુઆરી મુંબઇના પ્રો.જીતેન્દ્ર દવેનું મહાભારત પ્રવચન સત્ર, 14થી 22મી જાન્યુઆરી સુધી વૃંદાવનના નવલરામજી મહારાજના મુખે શ્રી રામચરિત માનસ-નવાન્હ પારાયણ વગેરે કાર્યક્રમો યોજાશે. આગામી 5મી ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પૂર્ણિમાના રોજ દિવ્ય સાકર વર્ષા યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.