ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.એન્ડ.જે સાયન્સ કોલેજમાં તાજેતરમાં 3 પ્રોફેસરોનો વિદાય સમારંભ યોજાયો હતો. વય નિવૃતીના કારણે આ તમામ લોકો નિવૃત થયા છે. જે.એન્ડ.જે સાયન્સ કોલેજ નડિયાદના ફિઝિક્સના વ્યાખ્યાતા પ્રોફેસર એસ.જે.પનારવાલા, ફિઝીક્સના લેબ આસીસ્ટન્ટ હિતેશભાઈ એન. શાહ અને ફીઝીક્સના અધ્યક્ષ પ્રોફેસર એમ.એચ.શાહ વહી મર્યાદાથી નિવૃત્ત થયા છે. આ સમયે યોજાયેલા વિદાય સમારંભમાં તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર અલ્પેશ પટેલ સાથે ડોક્ટર એસ બી. દલિયા, પ્રોફેસર બી.એમ.પટેલ, પ્રોફેસર એસ.જી.પટેલ, ડો. શિલ્પાબેન જાની, પ્રોફેસર એ.એ.ચૌધરી, પ્રોફેસર એન.વી.પટેલ, પ્રોફેસર એચ.એ.કાલરીયા, ડો.એમ.બી.મોદી, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ હરીશભાઈ પારેખ સહિત અન્ય કોલેજના પ્રોફેસરો તેમજ કોલેજનો સ્ટાફ હાજર રહ્યા હતા. આ ત્રણેય કર્મચારીઓને પુષ્પગુચ્છ, સાલ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને લાંબુ નિરોગી જીવન પરિવાર સાથે શાંતિમય રીતે પસાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.