ભાસ્કર વિશેષ:વોલીબોલ ટુર્નામેન્ટમાં નડિયાદ ટાઉનની ટીમે બાજી મારી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટાફમાં ખેલદિલીની ભાવના જન્મે તે હેતુસર યોજાયેલ ટુર્નામેન્ટમાં જિલ્લાની 22 ટીમોએ ભાગ લીધો

ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ વોલીબોલ ટૂર્નામેન્ટમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે શાનદાર પરફોર્મન્સ કરી ટુર્નામેન્ટ પોતાના નામે કરી છે. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજીત આ ટુર્નામેન્ટમાં LCB, SOG, DYSP અને જિલ્લા પોલીસ હેડક્વાટરની ટીમો સહિત કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને પોલીસ વિભાગ તરફથી ટ્રોફી અને આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. નડિયાદના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રવિવારના રોજ ટુર્નામેન્ટને ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

જિલ્લાના તમામ પોલીસ મથકની એક એક ટીમો સહિત LCB, SOG, DYSP અને જિલ્લા પોલીસ હેડક્વાટરની ટીમોએ ભાગ લેતા કુલ 22 ટીમો મેદાનમાં ઉતરી હતી. જેમાં શરૂઆત થી જ શાનદાર પરફોર્મન્સ દર્શાવતા નડિયાદ ટાઉન અને SOG ની ટીમે ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સોમવારે સવારે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રમાયેલી ફાઇનલમાં નડિયાદ ટાઉન પોલીસની ટીમે સળંગ 3 સેટ મારીને જીત મેળવી લીધી હતી. જ્યારે SOG ની ટીમ એક પણ સેટ બનાવી શકી ન હતી. પી.એસ.આઈ વિશાલ શાહને મેન ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...