ટ્રેનમાં દારૂની હેરાફેરી:નડિયાદ રેલવે પોલીસે મેમુ ટ્રેનમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સો પાસેથી 100 લીટર દેશી દારૂ ઝડપાયો

વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી નડિયાદ રેલ્વે પોલીસને મળતા તેમણે વોચ રાખી દેશી દારૂની હેરાફેરીને પકડી પાડી છે અને બે આરોપીઓને પકડી તેના મૂળ સુધી જવા પ્રયત્ન હાથ ધરેલ છે.

નડિયાદથી અમદાવાદ તેમજ વડોદરા તરફ દેશી દારૂ મોટા જથ્થામાં નિકાસ થતો હોવાની માહિતી નડિયાદ રેલવે પી.એસ.આઇ ને મળી હતી. જેથી તેમણે આ દારૂની હેરાફેરી રોકવા માટે વોચ રાખી હતી આ વોચ દરમિયાન વડોદરા અમદાવાદ મેમું ટ્રેનમાંથી નડિયાદમાં રહેતા સુનિલભાઈ ચીમનભાઈ તળપદા પાસેથી 48 લીટર દેશી દારૂ તેમજ ગોપી કનુભાઈ તળપદા પાસેથી 51 લીટર દેશી દારૂ પકડી વોન્ટેડ આરોપી કિરણભાઈ તળપદાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મેમુ ટ્રેનમાં નડિયાદથી દેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય તે રોકવા માટે રેલ્વે પોલીસે છેલ્લા ઘણા સમયથી વોચ કડક બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...