દુષ્કર્મ કેસમાં સજા:ઠાસરા તાલુકામાં કિશોરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા શખ્સને 10 વર્ષ કેદની સજા ફટકારતી નડિયાદ પોક્સો કોર્ટ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં 7 વર્ષ પહેલા બનેલા બળાત્કારના કેસમાં આરોપીને સજા ફટકારાઈ છે. ઠાસરા તાલુકાના દેવપુરા ઉંબા વડનગર રહેતા એક શખ્સએ કિશોરીને ભગાડી ગયા બાદ તેની સાથે જાતીય અત્યાચાર ગુજારવાના બનાવમાં નડિયાદ કોર્ટે આરોપીને દસ વર્ષ સખત કેદની સજા ફ્ટકારી છે.

લગ્નની લાલચ આપી શારીરિક અત્યાચાર ગુજાર્યો
ઠાસરા તાલુકાના દેવપુરા, ઉંબા, વડનગર ખાતે રહેતા અજયભાઈ મોહનભાઈ મહેરા(ભાઈ)એ આજથી 7 વર્ષ પહેલા વર્ષ 2016ના માર્ચ માસની 15મી તારીખના રોજ આ શખ્સે નજીકમા રહેતી એક 17 વર્ષની કિશોરીને લલચાવી, પટાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને રાજકોટ, વેરાવળ, શાપર મુકામે લઈ ગયેલ અને ભોગ બનનારની મરજી વિરૂધ્ધ તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.

10 વર્ષની કેદ અને 40 હજારનો દંડ પણ ફટકાર્યો
આ સંદર્ભે ડાકોર પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી નડિયાદની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ નડિયાદના .સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહીતની કોર્ટમા ચાલી જતા સરકારી વકીલ પી.આર તિવારીની દલીલોને તેમજ કુલ 18 સાહેદોના પુરાવા અને કુલ 15 દસ્તાવેજી પુરાવાઓ વિગેરે ધ્યાને લઈ ગુનાનું વધતું જતું પ્રમાણ અટકાવવાની ન્યાયપાલીકાની પવિત્ર ફરજ બનતી હોય અને સમાજમાં ગુના ઓછા બને તે સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કીસ્સાઓ બંધ થાય વિગેરે કારણોને ધ્યાને લઈ આરોપીને 10 વર્ષની કેદ ફટકારી છે. સાથે સાથે 40 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડીતાને 25 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...