ચંદ્રગ્રહણ:નડિયાદ વાસીઓએ ચંદ્રગ્રહણ નિહાળ્યું, ટેલીસ્કોપ દ્વારા આ ખગોળીય ઘટના બતાવાઈ અને સમજુતી પણ આપાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવારે સમી સાંજે ખગોળીય ઘટનાને ખેડા જિલ્લા વાસીઓએ નીહાળી હતી. ખગોળ રસીકોએ ક્યાંક ટેલીસ્કોપ દ્વારા તો ક્યાંક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ખગોળીય ઘટના બતાવાઈ અને તેના વિશે સમજૂતી આપવામાં આવી છે. નડિયાદ પાસેના મંજીપુરા ગામે આ ઘટનાની વિસ્તૃત સમજુતી આપતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચંદ્ર ગ્રહણ બાળકો,યુવાનો તથા વૃદ્ધોએ નિહાળ્યું
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિપાર્ટમેંટ ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી , ગુજરાત સરકાર પ્રેરિત ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા વિજ્ઞાન અવેરનેસ માટેની પ્રવૃત્તિઓ ખેડા જિલ્લામાં કરવામાં આવે છે. જેમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી પણ કરવામાં આવે છે. આ સાથે સાથે ગતરોજ ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખગોળીય ઘટના ચંદ્રગ્રહણને નિહાળવા માટેના ખાસ કાર્યક્રમનું આયોજન નડિયાદ પાસેના મંજીપૂરા ગામના ગજાનન સોસાયટીમાં કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો ,યુવાનો તથા વૃદ્ધો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમ સાંજે 6: 00 કલાક થી 6:30 કલાક સુધી યોજવામાં આવ્યો હતો. જેમાં ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે તે વિષે સમજુતી આપવામાં આવી ત્યારબાદ ટેલિસ્કોપ દ્વારા થયેલ ચંદ્રગ્રહણ બાળકો,યુવાનો તથા વૃદ્ધોએ નિહાળ્યું હતું. જોકે અહીંયા ચંદ્રગ્રહણ જોવા ન મળતા ખગોળ રસીકો નાખુસ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...