નિમણૂક:નડિયાદ પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન બિનહરીફ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષમાં શાળાઓની સંખ્યા ઘટીને 46માંથી 20, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 10 હજારથી ઘટી 4500એ પહોંચી

નડિયાદ નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં આખરે નવા ચેરમેન, વાઇસ ચેરમેન મળ્યા છે. 15 વર્ષ બાદ શિક્ષણ સમિતિમાં ચૂંટણી થઈ. જેમાં પણ ચાર મહિના બાદ શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન મળ્યા છે. શુક્રવારના રોજ નગરપાલિકા ખાતે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ ની વિરૂદ્ધમાં અન્ય કોઈ ઉમેદવારના ફોર્મ ભરાયા ન હોઈ ચેરમેન તરીકે અતુલભાઈ પંડયા, અને વાઇસ ચેરમેન તરીકે હીનલ પટેલની બિન હરીફ નિમણૂક કરવામાં આવી છે.

મહત્વની વાત છેકે અતુલભાઈ પંડ્યાએ બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ શહેરમાં ઇન્સ્યોરન્સ કન્સલટન્ટનો વ્યવસાય કરે છે. તેઓનું કહેવું છેકે નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અભ્યાસ નું સ્તર ઉંચુ લાવવા મહેનત કરવામાં આવશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટે, બાળકોની સંખ્યા વધુ આવે, શિક્ષણ સ્તર વધે, વાલીઓ બાળકોને અગવડ ન પડે તે માટેના તમામ પ્રયાસો કરવાની તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...