ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી પાલિકા કમ્પાઉન્ડમાં હતી. પરંતુ કોઈ કારણસર કોઈ જાતની મંજૂરી કે કાર્યવાહી કર્યા વગર તે કચેરી અન્ય ઠેકાણે સ્થળાંતર કરી દઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો બાબતની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરમાં થતા આ બાબતની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર બાબતની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને સોંપવામાં આવી છે.
ગત 1 જુન 22થી શહેરના સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ નડિયાદના મકાનમાં ખસેડી દીધી છે
નડિયાદના સામાજિક કાર્યકર દિનેશચંદ્ર રાવલે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર કરેલ રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો છે કે, નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસન અધિકારીએ ઉચ્ચ અધિકારીઓની પૂર્વ મંજૂરી તેમજ નગરપાલિકાના એન્જિનિયર રિપોર્ટ લીધા વગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીને ગત 1 જુન 22થી શહેરના સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ નડિયાદના મકાનમાં ખસેડી દીધી છે.
શાસન અધિકારીએ નિયમોનો ભંગ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ
આ કચેરીના સ્થળાંતર પાછળ કચેરીમાં અલગ કેબિન બનાવવા તિજોરી સહિત નવા ફર્નિચર પાછળ રૂપીયા અઢી લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ શાસન અધિકારીએ જૂની કચેરીનો સાધન સામગ્રીની ઉપજેલ રકમ પૈકી નજીવી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે ચાલુ હાલતમાં પંખા ગાયબ છે તેમજ કચેરીના સ્થળાંતર પહેલાં જુનિયર કચેરીમાં રૂપીયા 33 હજારના ખર્ચે સીસીટીવી પણ નખાવ્યા હતા ઉપર મુજબનો મનસ્વીપણે ખર્ચ કરી શાસન અધિકારીએ નિયમોનો ભંગ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યા છે.આ સમગ્ર પ્રકરણ ઉજાગર થતાં આ અંગે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરએ તપાસ કરી 20 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.
આ અંગેની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પૂર્ણ કરી છે
આ બાબતે નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પૂર્ણ કરી છે. પરંતુ હાલમાં જિલ્લા શિક્ષણાધિકારી લાબી રજા પર હોય વડી કચેરીએ રિપોર્ટ કરી શક્યા નથી તે રિપોર્ટ ટૂંક સમયમાં જ આવી જશે તેમ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.