પ્લાસ્ટિક મુક્ત અભિયાન:નડિયાદ પાલિકા પ્લાસ્ટિકના ઝભલા રાખનાર અને ખુલ્લામાં કચરો નાંખનાર સામે પગલાં લેશે

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દુકાનોમાંથી 70 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું
  • ખુલ્લામાં​​​​​​​ કચરો નાખતા 3 દંડાયા, કુલ 10 હજારનો દંડ વસુલ કરાયો

પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે શુક્રવારે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ ઇચા. સેનેટરી ઇન્સપેક્ટર મયંક દેસાઈએ જણાવ્યું હતું.

જુલાઈ માસથી સરકાર દ્વારા પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી છે. પરંતુ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરતા વેપારીઓ, લારીઓ વાળાઓ સામે આંખ આડા કાન કરવામાં આવતા હતા. પરંતુ શુક્રવારના રોજ પાલિકાએ આળસ ખંખેરતા સંતરામ રોડ પર આવેલ 30 થી વધુ દુકાનો અને લારીઓમાં અચાનક ચેકિંગ કર્યું હતું. જે ચેકીંગ દરમિયાન 70 કિલો ઝભલા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ખુલ્લામાં કચરાનો નિકાલ કરતા 3 ને ઝડપ્યા હતા. તમામ પાસેથી કુલ રૂ.10 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. આ લોકો વિરુદ્ધ આગામી દિવસોમાં કોર્ટ રાહે કાર્યવાહી થશે તેમ પાલિકા જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...