યુવતીને ન્યાય:મહુધામાં યુવતી પર દુષ્કર્મ ગુજરાનાર ઈસમને નડિયાદ કોટે આજીવન કેદની સજા ફટકારી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીની એકલતાનો લાભ લઈ જાતીય અત્યાચાર ગુજરવાના બનાવવામાં આરોપીને નડિયાદ કોટે આજીવન કેદની સજા ફટકારી છે.
​​​​​​​મહુધા પોલીસમાં ગુનો નોંધાયો હતો
મુજબ મહુધા તાલુકાના એક ગામે રહેતા નાજીરમીયાં ઉર્ફે નાજીમમીયાં કાલુંમિયા મલેકે ગત 16 જાન્યુઆરી 2021ના રોજ એક યુવતી કે જે પોતાના ઘરની બહાર કચરો વાળતી હતી તે સમયે તેણીનું મોં દબાવી બળજબરીથી ખેંચી લઈ જઈ પોતાના ઘરની ઓસરીમાં પડેલા ખાટલામાં સુવડાવી તેણીની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ બનાવ મામલે મહુધા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આજીવન કેદની સજા ફટકારી
આ કેસ આજે નડીયાદના 4થા એડીશ્નલ સેસન્સ જજ એસ.પી.રાહતકરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ.વી.દવેની દલીલોને તેમજ કુલ 9 સાહેદોના પુરાવા અને કુલ 25 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી નાજીરમીયાં ઉર્ફે નાજીમમીયાં કાલુંમિયા મલેકને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 25 હજાર દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...