ખડાયતા યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (કુપા), નડિયાદ દ્વારા તાજેતરમાં સ્નેહમિલન, શૈક્ષણિક ઇનામ વિતરણ, વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અંજન નંદલાલ શાહ (પ્રમુખ, કોટ્યર્ક ખડાયતા સમિતિ, અમદાવાદ) તથા અતિથિવિશેષ તરીકે બંસીલાલ આર. શાહ (નિવૃત્ત અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી, ગાંધીનગર), ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સલાહકારો બિપીન એમ. શાહ તથા અનેશ આર. શાહે પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
75 વર્ષ પૂર્ણ કરનાર વડિલોનું શાલ તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરાયું
કાર્યક્રમની શરુઆતમાં દિયા ભાવેશ શાહ તથા હિર અંકિત શાહ દ્વારા સુંદર પ્રાર્થના ગીત તથા કથ્થક નૃત્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અતુલ વી. શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. બન્ને મહેમાનોનું સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના 12 જેટલા 75 વર્ષ પૂર્ણ કરનાર વડિલોનું શાલ તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. વડિલ વંદના કાર્યક્રમના કન્વીનર તરીકે રશ્મિકાન્ત ડી. શાહે સુંદર કામગીરી નિભાવી હતી.
38 તેજસ્વી વિધાર્થીઓને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયું
ત્યારબાદ સમાજના શૈક્ષણિક, ખેલ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 38 તેજસ્વી વિધાર્થીઓને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમના કન્વીનર તરીકે ભાવેશ બી. શાહે સુંદર કામગીરી નિભાવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન સમાજના દાતાઓ દ્વારા શૈક્ષણિક ટ્રસ્ટમાં દાનની જાહેરાત પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા માટે પ્રમુખ અતુલભાઈ, પ્રો. કન્વીનર મનીષભાઇ, સહકન્વીનર મુકેશભાઇ મંત્રી અલ્પેશભાઇ તથા હિતેશભાઇ, શૈક્ષણિક ઇનામવિતરણના કન્વીનર ભાવેશભાઇ, વડિલવંદના કાર્યક્રમના કન્વીનર રશ્મીકાન્ત, આઇપીપી જે. પી. શાહ તેમજ સમગ્ર કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં પ્રોગ્રામ ચેરમેન મનિષ પી. શાહે આભારવિધિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.