• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Nadiad Hosts National Athletics Championships For The First Time, With Over 800 Athletes Showcasing Their Skills In 40 Events Across The Country

એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ:નડિયાદમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન, દેશભરમાંથી 40 ઈવેન્ટમાં 800થી વધારે ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધામાથી ઉત્કુષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓની વર્લ્ડ ફેડરેશન કપને લઈ ભારતીય એથ્લેટિક્સ ટીમમા પસંદગી કરાશે
  • ઓલિમ્પિયન અને પ્રેસિડેન્ટ એ.એફ.આઈ. ન્યૂ દિલ્હીના આદિલ સુમારીવાલાએ ઉદઘાટન કર્યું
  • ​​​​​​​નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્પર્ધામાં 40 ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો
  • 1 થી 6 ઓગસ્ટ દક્ષિણ અમેરિકા, કોલંબિયા, કાલીમાં અન્ડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપ

નડિયાદ શહેરમાં પ્રથમ વાર એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022ની નડિયાદ ખાતે શરૂ થઈ છે. આ સ્પર્ધામાથી આગામી 1 થી 6 ઓગસ્ટ દરમિયાન કાલી, કોલમ્બિયા દક્ષિણ અમેરિકા ખાતે આયોજિત (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ વર્લ્ડ ફેડરેશન કપ માટે ભારતીય એથ્લેટિક્સ ટીમ માટે પસંદગી કરાશે.

ગુજરાત સ્ટેટ એમેચ્યોર એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા 2 જુનથી 4 જૂન દરમિયાન 20મી નેશનલ ફેડરેશન 65 જૂનિયર અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 શ્રી અંબુભાઇ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પેલક્સ નડિયાદ ખાતે વિધિવત શરૂ કરવામાં આવી હતી.

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી કે જેઓ એથ્લેટિક્સના ક્ષેત્રમાં પિતૃ સંસ્થા છે તેના નેજા હેઠળ સદર રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતભરથી કુલ 34 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશના 800 કરતા વધારે ખેલાડીઓ કુલ 40 ઇવેન્ટમાં પોતાના કૌશલ્યોનું પ્રદર્શન કરશે. આ રાષ્ટ્રીય સ્પર્ધાની તૈયારીના ભાગરુપે ગુજરાત સ્ટેટ એમેચ્યોર ઍથ્લેટિક્સ એસોસિએશનના ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

પ્રતિયોગિતાનો વિધિવત પ્રારંભ કરતાં કાર્યક્રમના મુખ્ય મહેમાન ઓલમ્પિયન અને પ્રેસિડેન્ટ એ.એફ.આઈ. ન્યૂ દિલ્હીના આદિલ સુમારીવાલાએ ડોપિંગ, વૈજ્ઞાનિક ઢબે કોચની ઇન્ટર ડીસ્ટ્રિક્ટ રમતોનું મહત્વ, ઉંમર અને વાતાવરણના પરિબળોની રમતવીરોની માનસિક સ્થિતિ ઉપર અસર વગેરે એથ્લેટિક્સ જગતના ગંભીર મુદ્દાઓ ઉપર ધ્યાન દોર્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીના એથ્લેટિક્સના વિઝનને પરિપૂર્ણ કરવા પ્રાદેશિક કક્ષાએ સ્પોર્ટ્સ અધિકારીઓને સત્વરે સક્રિય બનવા અને રમતવીરોને પ્રતિકૂળ વાતાવરણીય પરિબળો સામે મક્કમતાથી લડવા હાકલ કરી હતી.

ઉપરાંત તેમણે ડોપિંગ ટેસ્ટ માટે આવનાર ભવિષ્યની વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ખેલાડીઓને માહિતગાર કરીને કોઈ પણ પ્રકારના માદક પદાર્થોના સેવન સામે ચેતવ્યા હતા. આ પ્રસંગે પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ એથ્લેટિકસ એસોસિયેશનના વિવેક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા મૂવમેન્ટના સંદર્ભમાં તમામ રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની શુભેચ્છા આપી હતી.

પ્રથમ દિવસની એટલે કે ગતરોજની સ્પર્ધામા પુરુષ દોડમાં મધ્ય પ્રદેશના વસ્કલે અને મહિલા દોડમાં રાજસ્થાનના અક્ષાનાએ સુવર્ણ પદક મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ટાયમીંગ, સ્કોરીંગ, રીઝલ્ટ અને મેજરમેન્ટ સીમનો પ્રયોગ થવાનોછે. જેમાં દોડ – રેસ માટે ફોટો ફિનિશ સીમ નો ઉપયોગ થશે. આ રાષ્ટ્રીય ઍથ્લેટિક્સ સ્પર્ધા માં ફેંક અને કુદના પ્રદર્શન ઇલેક્ટ્રીક મેજરીંગ ડિવાઇસથી નોંધાશે, જેના દ્વારા ખેલાડીઓનું લાંબી કુદ, ભાલા ફેંક, ચક્ર ફેંક, હથોડા ફેંક (હેમર થ્રો) અને ગોળા ફેંક નું અંતર મીલી મીટરમાં નોંધાશે. આમ, 2 થી 4 જુનના રોજ કુલ 40 ઇવેન્ટની પ્રતિયોગીતા યોજાશે. આ સ્પર્ધામાં કુલ 16 એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય ઓફિસિયલ્સ, 150 જેટલા ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ક્ક્ષાના ઓફિસિયલ્સ અને 50 જેટ્લા સહાયકો આ સ્પર્ધાના સફ્ળ આયોજમાં પોતાનો ફાળો આપી રહયા છે.

આ પ્રસંગે આદિલ સુમારીવાલા ( ઓલમ્પિયન અને પ્રેસિડેન્ટ એ.એફ.આઈ. ન્યૂ દિલ્હી), વીરેન્દ્ર નાણાવટી (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ આઇ.ઓ.સી. ન્યૂ દિલ્હી), વિવેક પટેલ (પ્રેસિડેન્ટ જી.એસ.એ.એ.) અને એલ વી કરંજગાવકર (સેક્રેટરી જી.એસ.એ.એ.), જિલ્લા રમત ગમત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના અધિકારીઓ કર્મચારીઓ, સ્પર્ધકો અને મોટી સંખ્યામાં રમતમવીરો ઉપસ્થિત રહ્યા​​​​​​હતા.

આધુનિક પદ્ધતિથી થશે સ્કોરની માપણી
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એથ્લેટિક્સની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ટાઇમીંગ, સ્કોરીંગ, રીઝલ્ટ અને મેજરમેન્ટ સીસ્ટમનો પ્રયોગ થવાનો છે. જેમાં દોડ, માટે ફોટો ફિનિશ સીસ્ટમનો ઉપયોગ થશે. આ રાષ્ટ્રીય એથ્લેટિક્સની સ્પર્ધામાં ફેંક અને કુદના પ્રદર્શન ઇલેક્ટ્રીક મેજરીંગ ડિવાઇસથી નોંધાશે. જેના દ્વારા ખેલાડીઓનું લાંબી કુદ, ભાલા ફેક, ચક્ર ફેંક, હથોડા ફેંક (હેમર થ્રો) અને ગોળા ફેંકનું અંતર મીલી મીટરમાં નોંધાશે.

રાજ્ય એથ્લેટિક્સ વડાએ શુભકામના પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઇન્ડિયા મૂવમેન્ટના સંદર્ભમાં તમામ રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે તમામ રમતવીરોને હુ શુભેચ્છા આપુ છુ. > વિવેક પટેલ, પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસો.

અન્ય સમાચારો પણ છે...