આયોજન:આશ્રમ નજીક રહેતાં રોહિગ્યા મુસ્લિમોથી મારા જીવને જોખમ : સંત મુદિત્વાનંદ સ્વામી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ શહેરના જાણીતા સંતે કોન્ફરન્સ યોજી બળાપો ઠાલવ્યો​​​​​​​

નડિયાદ ડાકોર રોડ પર આવેલ આનંદ આશ્રમના સંત મુદિત્વાનંદ સરસ્વતી દ્વારા પોતાના જીવને જોખમ હોવા અંગે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો છે. સંત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે તેમના આશ્રમની આસપાસ બાંગલાદેશમાંથી ગેરકાયદેસર ઘૂસી આવેલા 2 હજારથી વધુ રોહિગ્યા મુસ્લિમો વસવાટ કરી રહ્યા છે. જેમના દ્વારા લાઉડ સ્પીકર પર હિન્દુ વિરોધી ભાષણ કરવામાં આવે છે. જે સાંભળ્યા બાદ હવે તેઓ પોતાનો જીવ જોખમમાં હોવાની ભીતિ સેવી રહ્યા છે.

આ બાબતે તેઓએ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર માં અરજી કરી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. પરંતુ ત્યાર બાદ પણ મીડિયા સમક્ષ કોન્ફરન્સ કરી તેઓએ આ પ્રકારે ચિંતા વ્યક્ત કરતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્વામી દ્વારા જિલ્લા કલેક્ટર પાસે બંદૂક માટે લાયસન્સ પણ માંગવામાં આવ્યું છે, તેમજ પો

લીસ પાસે ગનમેન પણ માંગ કરવામાં આવી છે. જે માટે તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરતા આશ્ચર્ય જીવ જોખમમાં હોવાની વાત કરતા મુદિત્વાનંદ સ્વામીએ અચાનક વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી કરવાની વાત કરતા આશ્ચર્ય ફેલાયું હતું.

આગામી ચૂંટણીમાં હું દાવેદારી કરીશ
જીવ જોખમમાં હોવાની વાત કરતા મુદિત્વાનંદ સ્વામીએ અચાનક વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી કરવાની વાત કરતા આશ્ચર્ય ફેલાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં હૂ ભાજપમાંથી દાવેદારી કરીશ, અને જો ભાજપ મને ટિકિટ નહી આપે તો હુ અપક્ષ ચૂંટણી લડીશ તેવી જાહેરાત કરતા આશ્ચર્ય ફેલાયું હતું.

અરજી મળી છે, PSIને તપાસ સોંપાઈ છે
સ્વામી દ્વારા જીવને જોખમ હોવા અંગે અરજી કરાઇ હતી. જે અંગે PSIને તપાસ સોંપી સમગ્ર વિસ્તારમાં રોહિગ્યા મુસ્લિમો રહે છેકે કેમ, તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું છે. આશ્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાત્રીના સમયે પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી છે. જોકે આ વિસ્તારમાંથી કોઈ વાંધાજનક વ્યક્તિ મળી આવી નથી.> રાજેશ ગઢીયા, એસ.પી.,ખેડા

અન્ય સમાચારો પણ છે...