મુસ્લિમ બિરાદરોની લાગણી દુભાઈ:ગૃહ વિભાગમાં અરજી કરી ધર્મગુરુને બદનામ કરનાર સામે કાર્યવાહી કરવાની માગ, મહુધામાં મુસ્લિમ અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ વિભાગમાં અરજી કરનાર મહુધાના જમાઈએ પોતાના કેસોનો સમાધાન થાય તે માટે પ્રેશર ટેક્નિક અપનાવી હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ

ખેડા જિલ્લાના મહુધા ગામના જમાઈ એવા અમદાવાદના ઈસમે ગૃહ વિભાગમાં મહુધાના મુસ્લિમ અગ્રણીઓના પાકિસ્તાન સાથે સબંધ હોય પાકિસ્તાની ફોન કરાવી ખોટી ધમકી આપી હોવાની કરેલી અરજીને લઈ મહુધાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં અરજી કરવામાં આવી છે તે પૈકી એક વ્યક્તિ મહુધા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ છે, જેના પગલે મુસ્લિમ બિરાદરોની લાગણી દુભાતા તેમણે આજે મહુધા મામલતદારને આવેદનપત્ર આપી સજ્જન માણસોને પોતાના સ્વાર્થ માટે બદામ કરનારા ઈસમ સામે પગલાં ભરવા માગ કરી છે.

મહુધા જામે-મસ્જીદ કસ્બા કમિટિએ મહુધા મામલતદારને અપાયેલા આ આવેદનપત્ર માં જણાવ્યું છે કે, હબીબુલ્લા ફતેમાંહંમદ સૈયદ, રહે. સજજન જમાદારનો મહોલ્લો, દીલ્લી ચકલા, મું. અમદાવાદ વાળો શખ્સ 10 મે 2022ના રોજ ગુજરાત રાજયના ગૃહમંત્રી સમક્ષ અરજી આપી છે. જેમાં તેણે મહુધા ગામના પ્રતિષ્ઠીત આગેવાન તથા મહુઘા ગ્રામજનોના ધર્મગુરૂઓને ખોટી રીતે બદનામ કરવા પાયાવિહોણી વાહીયાત તથા મનસ્વી વાતો ઉપજાવી કાઢી છે. જે અરજીમાં એક નામ અમારા ધર્મગુરૂ છે તેમના નામો તદન ખોટી રીતે ઉપજાવી ગામને બદનામ કરવાનો પ્રયાસ કરેલ છે. અગાઉ પણ આ હબીબુલ્લાએ વર્ષ 2018 માં આવી જ રીતે પાકીસ્તાનના વ્યકિત સાથેના સંબંધો બાબતે ખોટી રીતે અરજી કરી હતી. જે પોલીસ તપાસમાં દફતરે થયેલી હતી. આ પ્રકારના આક્ષેપ હબીબુલ્લા પોતાનો ગુનાહિત ઈતિહાસ છુપાવવા માટે તથા હાલ તેની ઉપર તેમજ તેની પત્ની તથા દિકરા ઉપર ચાલતી કોર્ટ કાર્યવાહીમાં સમાધાન થાય તેને માટે ધાર્મિક તથા ગામની પ્રતિષ્ઠીત વ્યકિતઓના નામોને આ અરજીમાં પાકીસ્તાન અને કાશ્મીર સાથે જોડીને પોતાને કોર્ટ કાર્યવાહીમાં લાભ થાય તે માટેનું દબાણ લાવવા તેમજ મહુધા ગામના લોકોને ખોટી રીતે માનસીક રીતે હેરાન પરેશાન કરવા માટે આ પ્રકારની અરજી કરી છે.

આ આવેદનમાં ગૃહ વિભાગમાં ખોટી અરજી કરનાર હબીબુલ્લા સામે અત્યાર સુધીમાં નોંધાયેલા વિવિધ ગુનાઓ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી રીતે ધર્મગુરુને બદનામ કરનાર ઈસમ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...