ખખડધજ રસ્તાથી લોકો પરેશાન:વસોમા વહેરાઈ ભાગોળથી મોચીવાડ બાયપાસ રોડ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય, વાહનચાલકોને હાલાકી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસ ધુળીયો રસ્તો ડામરનો બનાવવા ગ્રામજનો સહિતનાઓની માગ

ખેડા જિલ્લાના તાલુકા મથક વસો ખાતે વહેરાઈ ભાગોળથી મોચીવાડ થઈ સિહોલડી રોડને જોડતો બાયપાસ ધુળીયો રસ્તો ડામરનો બનાવવા છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી છે. આમ છતાં પણ આ રસ્તો ડામર રોડ ન બનતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. ચોમાસામાં કાદવ કીચડથી ખદબદતા રસ્તામાં વાહનો ફસાઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બાયપાસ રસ્તા પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે
વસોને તાલુકાનો દરજ્જો આપ્યે આઠ વર્ષ જેટલો સમય થયો છે. આમ છતાં તાલુકાની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર ઉણું ઉતર્યું નથી. વસો વહેરાઈ ભાગોળ વિસ્તારના સાદિક હુસેન મલેકે જણાવ્યું છે કે, વહેરાઈ ભાગોળથી મોચીવાડ તરફના બાયપાસ રસ્તા પર સ્મશાન, કબ્રસ્તાન તેમજ ધાર્મિક સ્થળો આવેલા છે. આ ઉપરાંત બાયપાસ રસ્તો સિહોલડી ગામના રસ્તાને જોડે છે.
​​​​​​​અનેક વખત રજૂઆત છતાં પરીણામ શુન્ય
આ રસ્તો સ્થાનિક રહીશોની અવર-જવરથી ધમધમતો રહે છે. ચોમાસામાં આ ધુળીયા રસ્તા પર વરસાદ પડતા કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાય છે. જેથી આ રસ્તા પરથી પસાર થવું દુષ્કર બને છે. વળી, આ રસ્તો બંને સાઈડ પર ઝાડી ઝાંખરથી ઢંકાઈ ગયો છે. આ રોડ સિહોલડી ગામના ડામર રોડને જોડતો રસ્તો છે. આ ધુળીયા રસ્તાને ખુલ્લો કરી ડામર રોડ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં ડામર રોડ ન બનાવાતા ગ્રામજનોને પારાવાર હેરાનગતિ વેઠવી પડતી હોઈ તંત્ર સામે રોષ ભભૂકી ઊઠયો છે.ત્યારે વસો બાયપાસ રસ્તો ડામરના બનાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...