ટેકનોલોજીની સાથે તાલમેલ કરી મેડીકલ ક્ષેત્રમાં હરળફાળ પ્રગતિ સાંધી જેનો સિધો લાભ દર્દીઓને મળી રહ્યો છે. તેવી નડિયાદ સ્થિત આવેલ કીડની હોસ્પિટલ (MPUH) નવા માળાખાકીય સુવિધા સાથે નવી જગ્યાએ બંધાવવા જઈ રહી છે. આ હોસ્પિટલ હાલ જે જગ્યાએ કાર્યરત છે ત્યાંથી લગભગ 3 કીમી પાસે પીજ ચોકડી હાઇવે રેલવે ક્રોસિંગ નજીક 12 એકર જમીનમાં નિર્માણ થવા જઈ રહી છે. કિડનીની સારવારમાં છેલ્લા 44 વર્ષ થી વિશ્વાવિખ્યાત નડિયાદની આ હોસ્પિટલ (MPUH) 250 બેડની નવી હોસ્પીટલ સાથે પોતાની કામગીરી વિસ્તારવા જઇ રહ્યુ છે.
આ હોસ્પિટલ ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે
નડિયાદ કિડની હોસ્પિટલના નામે લોકપ્રિય, MPUH વર્ષ 1978થી કાર્યરત છે. જે ભારતની સર્વપ્રથમ સિંગલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને સમગ્ર દેશ તથા વિદેશના કિડની રોગથી પીડિત દર્દીઓ પોતાની બીમારીના ઇલાજ માટે અહીંયા આવે છે. MPUH દ્વારા દર્દીઓના ઇલાજ ઉપરાંત, જયરામદાસ પટેલ એકેડેમીક સેન્ટરના માધ્યમથી દેશ વિદેશના તબીબોને તાલીમ આપવામાં આવે છે. તેમજ અનેક પ્રકારના રિસર્ચ ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવેલ છે.
1500થી વધારે સફળ રોબોટીક સર્જરી
MPUHના અનુભવી ડોક્ટર્સની ટીમ વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રખ્યાત છે. જે આજ સુધી 3500 કરતા પણ વધારે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચુકી છે. તેમનું ડાયાલીસીસ યુનિટ ગુજરાતનું સૌથી મોટુ ડાયાલીસીસ યુનિટ છે. જેમાં 4 લાખથી વધુ ડાયાલીસીસ થઇ ચુક્યા છે. ભારતમાં સર્વપ્રથમ રોબોર્ટીક સર્જરીની ટેક્નોલોજી લાવીને 1500થી વધારે સફળ રોબોટીક સર્જરી કરી ખુબ જ ખ્યાતિ મેળવી છે. આ ઉપરાંત પથરી, પ્રોસ્ટેટ, ડાયાબિટીસથી થતા કિડની રોગ, બાળકોમાં થતા કિડની રોગ તેમજ આ ક્ષેત્રને લગતી બધી બીમારી નુ એક જ જગ્યા પર નિદાન મળે છે. MPUH વિશ્વભરમાં યુરોલોજી અને નેફ્રોલોજી માટેની એક સમર્પિત હોસ્પીટલ છે જે લગભગ 4 દાયકા થી પણ વધારે સમયનો અનુભવ ધરાવે છે, જેથી નડિયાદ સેંટરમા ખુબ જટિલ અને ગંભીર બીમારીના કેસ પણ આવે છે અને આવા કેસનો યોગ્ય ઈલાજ કરવામાં MPUHનુ નામ મોખરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.