ખેડા પાસેના નેશનલ હાઇવે નંબર 48 પર ભગુપુરા પાસેના સર્વિસ રોડ પર બેકાબૂ ટ્રકે એક મોટરસાયકલને અડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક પરિવારના મોભીનું મોત થતાં સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
ખેડા તાલુકાના ભગુપુરા ગામે રહેતા 60 વર્ષીય ફતેસિંહ રતનસિંહ સોલંકી ગતરોજ પોતાનું મોટરસાયકલ નંબર (GJ 07 CL 2069) ચલાવીને બપોરના સુમારે મલારપુરા ગામ તરફ ગયા હતા. અહીંયાથી પરત ભગુપુરા આવતા ભગુપુરા સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48ના બ્રીજ નીચેના સર્વિસ રોડ તેમને કાળ ભરખી ગયો છે. ઉપરોક્ત જગ્યાએથી પસાર થતા હતા ત્યારે પુર પાટે આવતી ટ્રક નંબર (GJ 03 BY 9214)ના ચાલકે ઉપરોક્ત ફતેસિંહના મોટરસાયકલને ટક્કર મારી કચડી દીધા હતા. જેના કારણે તેમનું કરૂણ મોત નિપજયું છે. આ બનાવ મામલે મરણજનારના પુત્ર કલ્પેશભાઈએ ખેડા ટાઉન પોલીસમાં ઉપરોક્ત ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.