બાળક ત્યજી દીધુ:નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં બાળક ત્યજી દેનાર માતાની ભાળ મળી

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લીંબડીના યુવક સાથે સગાઈ બાદ સંબંધ બંધાતાં ગર્ભવતી થઈ
  • સગાઈ તૂટી જતાં અને માનસિક હાલત અસ્વસ્થ બનતા બાળક ત્યજી દીધુ

નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં બાળક ત્યજી દેવાની ઘટનામાં માતાની શોધખોળ કરી રહેલ પોલીસે છેવટે 23 વર્ષીય યુવતીને રાઉન્ડઅપ કરી છે. નડિયાદ કોર્ટ કંપાઉન્ડ પાસેથી તા.30 જુલાઈના રોજ નવજાત બાળક મળી આવ્યું હતું. કોર્ટના મહિલા જજ દ્વારા બાળકને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

જે બાદ પોલીસ દ્વારા બાળકને તરછોડનાર માતાની તપાસ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન મહુધાના સાસ્તાપુર ખાતે રહેતી 23 વર્ષીય યુવતીએ જ બાળકને ત્યજી દીધું હોવાની બાતમીદારોની બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડી હતી.

જોકે બાળકના જન્મ બાદ યુવતીની તબિયત નાજુક હોઈ તેણીને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના બાબતે બાળ વિકાસ કમિટિની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પીએસઆઈ વિનોદ શ્રીમાળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...