મેળો:ફાગવેલના બે દિવસીય મેળામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેળામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી ભક્તો આવ્યા

ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિર ખાતે દેવ દિવાળી પ્રસંગે બે દિવસ લોક મેળો યોજાયો. આ મેળામાં સમગ્ર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી ભક્તો પગપાળા, સંઘો અને વાહનો મારફતે દર્શનાર્થે આવ્યા હતા.

એક અંદાજ મુજબ બે દિવસના આ મેળામાં પાંચ લાખ થી વધુ ભક્તોએ ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા.કાર્તિકી પૂર્ણિમા દિવસે મંદિર પ્રશાસન દ્વારા ફાગવેલ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જે પરત નીજ મંદિર પહોંચે છે. આ મેળામાં ચકડોળ તેમજ અન્ય રાઈડ શો, મોતનો કૂવો તેમજ મનોરંજન માટે અનેક નાની-મોટી ચકડોળો આવતી હોય છે.

વીર ભાથીજીના ધામમાં ચાલતો આ મેળો બે દિવસ થી રાત દિવસ ચાલે છે. જેમાં પાંચ લાખ થી વધુ દર્શનાર્થીઓ એ દર્શન કર્યા હોવાનું મંદિર પ્રશાસને જણાવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષો વર્ષથી અહીં યોજાતા મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મંદિર પ્રશાસન પોલીસ તંત્ર દ્વારા અહીં સુચારુ આયોજન કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

સતત 48 કલાક મેળો ચાલે છે
દેવ દિવાળી અને એકમના દિવસે એમ કુલ બે દિવસ અહીં મેળો ભરાય છે. આ મેળો રાત દિવસનો હોય છે. મેળામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર અહીં દર્શનાર્થે આવી વીર ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે. > રમેશ પટેલ, દર્શનાર્થી, કપડવંજ

પહેલા 15 દિવસનો મેળો ભરાતો હતો, હવે 2 દિવસનો થઈ ગયો
વર્ષો પહેલા દિવાળી થી દેવ દિવાળી સુધી આમ તો મેળો યોજાતો હતો. પરંતુ દેવ દિવાળી ના પર્વે સમગ્ર ગુજરાત ભર અને બહારથી પણ દર્શનાર્થે દર્શને આવતા હોઈ છેલ્લા બે દિવસ ભીડ વધુ હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થીઓ દેવ દિવાળી ના પર્વે સૌથી વધુ આવતા હોય છે. મંદિર કમિટી દ્વારા અહીં સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે.> દિપક રાઠોડ, સભ્ય, વીર ભાથીજી મંદિર ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...